લોહીમાં હિમોગ્લોબિન ઘટતું હોય તો નહીં ખાવી પડે દવાઓ, માત્ર આ 5 વસ્તુઓનું સેવન કરવાથી શરીરમાં હિમોગ્લોબિન ઝડપથી વધશે

શરીરમાં લોહીની ઉણપને કારણે એનિમિયાનો રોગ થવાનો ખતરો વધી જાય છે. મહિલાઓમાં આ સમસ્યા સૌથી વધુ જોવા મળે છે. 15થી 49 વર્ષની મહિલાઓ એનિમિયાની વધુ શિકાર થાય છે. ખાસ કરીને પ્રેગ્નેન્સીમાં પણ એનિમિયાની તકલીફો મહિલાઓમાં જોવા મળે છે. જેથી આ સમસ્યાથી બચવા માટે દવાઓ નહીં પરંતુ કેટલાક એવા ફૂડ ખાવા જોઈએ, જેનાથી તરત ફાયદો થાય. આજે અમે તમને એવા જ ફૂડ્સ વિશે જણાવી રહ્યાં છે, જેને ખાવાથી શરીરમાં ઝડપથી હિમોગ્લોબિન વધશે.

એનિમિયાના લક્ષણ

એનિમિયામાં હંમેશા થાક લાગે છે, ઉઠવા-બેસવામાં ચક્કર આવે છે, સ્કિન અને આંખો પીળી દેખાય છે, શ્વાસ લેવામાં તકલીફ થાય છે, હાર્ટ બીટ એબ્નોર્મલ થઈ જાય છે અને હથેળીઓ ઠંડી રહે છે.

શું છે એનિમિયા?

એનિમિયા લોહીથી સંબંધિત એક બીમારી છે. શરીરમાં આયર્નની ઉણપના લીધે હિમોગ્લોબીન ઓછું બને છે. જેના કારણે લોહીમાં તેની અછત સર્જાય છે. જેથી કોશિકાઓમાં ઓક્સિકરણની પ્રક્રિયા અવરોધાય છે અને શરીરને એનર્જી મળતી નથી.

આ ફૂડ્સ ડાયટમાં કરો સામેલ

બીટ

બીટમાં ભરપૂર આયર્ન હોય છે. તેને ખાવાથી શરીરમાં લોહીની કમી સર્જાતી નથી. જેથી રોજ સલાડમાં તેને અવશ્ય સામેલ કરવું. તે વિટામિન એ અને સીનો પણ સારો સોર્સ છે.

પાલક

પાલકમાં વિટામિન એ, બી9, ઈ અને સી હોય છે. આ સિવાય તેમાં આયર્ન, ફાયબર અને બીટા કેરોટીન હોય છે. જે લોહીની કમી દૂર કરે છે. એક કપ બાફેલી પાલકમાંથી 3.2 મિગ્રા આયર્ન હોય છે. એનિમિયાથી બચવા રોજની ડાયટમાં પાલકને સામેલ કરો.

ટામેટા

ટામેટાંમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. આ સિવાય તેમાં બીટા કેરોટીન અને વિટામિન ઈ પણ હોય છે. જે આયર્નની કમીને દૂર કરવામાં મદદ કરે છે. તમે રોજ ટામેટાંનું સલાડ અથવા ટામેટાના સૂપનું સેવન કરી શકો છો.

ઈંડા

ઈંડામાં ભરપૂર પ્રોટીન હોય છે. આ એક બેસ્ટ એન્ટીઓક્સીડેન્ટ પણ છે જે શરીરને બીમારીઓથી બચાવીને આયર્નની કમીને દૂર કરવામાં મદદ કરે છે. એક ઈંડામાં 1 ગ્રામ આયર્ન હોય છે.

ફિશ

દરિયાઈ ફિશ ખાવાથી શરીરમાં લોહીની કમી થતી નથી. તેમાં ઓમેગા-3 ફેટી એસિડ અને આયર્ન ભરપૂર પ્રમાણમાં મળે છે. જે એનિમિયા સામેલ લડવામાં મદદ કરે છે. તમે ટ્યૂના અને સેમન ફિશ ખાઈ શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો