ચોમાસામાં ફૂડ પોઈઝનિંગ કે પાચન સંબંધી કોઈપણ સમસ્યા થાય તો તરત જ કરો આ 5 ઉપાય, દવાઓ વિના મટી જશે, જાણો અને શેર કરો

ચોમાસામાં ઈન્યૂન સિસ્ટમ અને પાચનતંત્ર નબળું થવા લાગે છે. આ મોસમમાં અપચો, ફૂડ પોઈઝનિંગ, ડાયેરિયા જેવી સમસ્યાઓ વધુ થાય છે. તેનાથી બચવા કરો આ ઉપાય.

આ સીઝનમાં ફૂડ પોઈઝનિંગ થાય તો કરો આ ઉપાય

ચોમાસામાં મોટાભાગે ઈન્ફેક્શનને કારણે પેટ સંબંધી સમસ્યાઓ થતી હોય છે. પણ જો થોડી સાવધાની રાખવામાં આવે તો આ સમસ્યાઓથી બચી શકાય છે. આ સીઝનમાં બહારનું જમવાનું, જંકફૂડ અને અનહાઇજેનિક ફૂડ ખાવાથી અનેક સમસ્યાઓ થાય છે. જમવામાં કોઇક એવી વસ્તુ આવી શકે છે જે તમારા પેટની મજા બગાડી દે. ક્યારેક કોઇક મસાલા કે કોઇ શાક કે ફ્રુટ કે પછી કોઇ ડબ્બાબંધ વસ્તુમાં પણ એવુ કંઇ પણ આવી જાય છે જેના કારણે તમને ફૂડ પોઇઝનિંગની તકલીફ થઇ શકે છે. ફૂડ પોઇઝનિંગના લીધે તબિયત બગડે તેવુ પણ બને છે. જો આમ થાય તો કેટલાક ઘરગથ્થુ ઉપચાર અજમાવવાથી રાહત મળી શકે છે.

ફૂડ પોઈઝનિંગ
જ્યારે પણ બેક્ટેરિયા, વાયરસ, કીટાણુઓથી સંક્રમિત દૂષિત ભોજન લેવામાં આવે ત્યારે ફૂડ પોઈઝનિંગની સમસ્યા થાય છે. ચોમાસામાં ઠંડક અને ભેજ વધવાથી બેક્ટેરિયા અને વાયરસ વધુ સક્રિય થઈ જાય છે. જેથી આ સિઝનમાં ખાનપાનમાં સાવધાની રાખવી જ આ સમસ્યાનો ઉપાય છે.

દહીં
દહીં એક પ્રકારનુ એન્ટીબાયોટિક છે. તેમાં થોડુ મીઠુ નાંખીને ખાવાથી પેટમાં રાહત થાય છે. પેટની કોઇ પણ સમસ્યા હોય ત્યારે ભુખ્યા રહીને માભ દહીં કે છાશ લેવામાં આવે તો ધીમે ધીમે પેટ સરખુ થવા લાગે છે.

લસણ
લસણમાં એન્ટી ફંગલ ગુણ હોય છે. તમે ખાલી પેટે લસણની કાચી કળીઓ પાણી સાથે ખાઇ શકો છો. તેનાથી પેટની કોઇ પણ સમસ્યામાં રાહત મળે છે. તમારો મેટાબોલિક રેટ પણ વધે છે.

લીંબુ
લીંબુમા એન્ટીઇન્ફ્લેમેટરી, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ ગુણો હોય છે. તેને પીવાથી ફુડ પોઇઝનિંગ વાળા બેક્ટેરિયા મરી જાય છે. તમે ખાલી પેટ લીંબુ પાણી બનાવીને પી શકો છો અને ઇચ્છો તો ગરમ પાણીમા લીંબુ નાંખીને પણ પી શકો છો.

એપલ વિનેગર
એપલ વિનેગરમાં મેટાબોલિઝમ રેટને વધારવાનુ તત્વ હોય છે. ખાલી પેટે તેનુ સેવન કરવાથી તે ખરાબ બેક્ટેરિયાને મારવામાં મદદ કરે છે.

તુલસી
તુલસીમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ ગુણો સુક્ષ્મ જીવો સામે લડે છે. તુલસીનુ સેવન તમે ઘણી રીતે કરી શકો છો. એક કટોરી દહીંમા તુલસીના પાંદડા, મરી અને થોડુ મીઠુ નાંખીને પણ ખાઇ શકો છો. પાણી કે ચા માં તુલસીના પાન નાખીને પણ પી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો