આ 5 ઉપચાર વર્ષો જૂની દાદર-ખરજવું અને ખંજવાળ જડમૂળથી મટાડી દેશે, જાણો અને શેર કરો

હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે. આ સીઝનમાં વાળ અને સ્કિન સંબંધી સમસ્યા ખૂબ જ વધી જાય છે. એવામાં જો તમને દાદર-ખરજવું અને ખંજવાળની સમસ્યા વકરી હોય તો આજે તમને બેસ્ટ નુસખા જણાવીશું. દાદર-ખરજવું અને ખંજવાળ એક પ્રકારના ફંગલ ઈન્ફેક્શનથી ફેલાય છે. દાદર એક ચર્મરોગ છે જેને રિંગવોર્મના નામથી પણ ઓળખવામાં આવે છે. આ સંક્રમણ શરીરના કોઇપણ ભાગ પર ફેલાઇ શકે છે. દાદર શરીરના જે ભાગ પર હોય છે તે ભાગ પર ખંજવાળ આવવા લાગે છે અને જ્યારે વ્યક્તિ તેને ખંજવાળવા લાગે છે તો વધારે ઝડપથી ફેલાવા લાગે છે. આ સમસ્યાથી કાયમી છૂટાકારો આપશે આ ઉપાયો.

સરસિયાના દાણા

સરસિયાના દાણાને 30 મિનિટ સુધી પાણીમાં પલાળીને રાખવા, ત્યાર પછી તેને પીસી પેસ્ટ તૈયાર કરવી. આ પેસ્ટને ખંજવાળવાળી જગ્યા પર લગાવો. 15 મિનિટ પછી ધોઈ લો. તમને જરૂર લાભ મળશે.

નારિયેળ તેલ

આ તેલ ખંજવાળથી રાહત અપાવે છે અને ત્વચાને મુલાયમ બનાવે છે. જ્યાં દાદર કે ખંજવાળ આવતી હોય ત્યાં આખી રાત નારિયેળ તેલ લગાવીને રાખવું.

હળદર

હળદરમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોવાથી તે ફંગલ ઇન્ફેકશનને દૂર કરવામાં મદદ કરે છે. કોટન બોલની મદદથી લીલી હળદરનો રસ કાઢી ખંજવાળવાળી જગ્યા પર લગાવો. દિવસમાં 3 વાર લગાવવાથી રાહત મળશે.

લસણનો રસ

લસણમાં એન્ટીફંગલ તત્વ હોય છે. તે કોઇપણ પ્રકારના ફંગલ સંક્રમણને ઠીક કરે છે. લસણને છીલીને તેના ઝીણા ટુકડા અથવા પીસીને પ્રભાવિત જગ્યાએ લગાવો અને ઉપર પટ્ટી બાંધી દો. આ પટ્ટીને આખી રાત રહેવા દેવી. આ ઉપાય રોજ 1 સપ્તાહ સુધી કરો.

એપ્પલ સાઇડર વિનેગર

એપ્પલ સાઇડર વિનેગરમાં કોટન બોલ પલાળી પ્રભાવિત જગ્યાએ દિવસમાં 5 વાર લગાવો. આ ઉપાય ત્રણ દિવસ સુધી કરો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો