ભારતમાં વૈદિકકાળથી તલ અને તલના તેલને ઔષધિ માનવામાં આવે છે. ચરકસંહિતામાં તલના તેલને શ્રેષ્ઠ ગણાવ્યું છે. શિયાળાની ઋતુમાં આહાર તેમજ માલિશ માટે તલના તેલનો મહત્તમ ઉપયોગ કરવાથી શરીર તંદુરસ્ત રહે છે. આ કોઈ સામાન્ય તેલ નથી. નિયમિત એનો ઉપયોગ કરવાથી કાયાકલ્પ થઈ જાય છે તેમજ અનેક રોગોને દૂર કરી શકાય છે. અનેક રોગોમાં રામબાણ ઇલાજ મનાતા તલના તેલનો ઇન્ટર્નલ અને એક્સ્ટર્નલ એમ બંને પ્રકારે ઉપયોગ થાય છે.
શિયાળાની ઋતુમાં તલનું તેલ ખાવાથી શરીરમાં ગરમાટો આવે છે. તમામ પ્રકારનાં ખાદ્યતેલમાં તલનું તેલ ઉત્તમ છે. તલના તેલમાં બધા રોગોને દૂર કરવાની ક્ષમતા છે. રસોઈમાં તલનું તેલ વાપરવાથી પાચનક્રિયા સુધરે છે અને કબજિયાતની તકલીફ દૂર થાય છે. તે આપણી ન્યુરોલોજિકલ સિસ્ટમને સ્ટ્રોન્ગ બનાવે છે, તેમાં એવા કોમ્પોનન્ટ છે, જે શરીરમાં ચરબીને વધવા દેતાં નથી. આહારમાં તલનું તેલ વાપરવાથી એસિડિટી, ગેસ અને પેટને લગતી સમસ્યાઓમાં રાહત થાય છે.
શરીરમાં લોહની ઊણપ હોય એવા દરદી તલનું તેલ ખાય તો ફાયદો થાય છે. તલના તેલમાંથી બનાવેલી રસોઈ આરોગવાથી પથરીનો રોગ થવાની શક્યતા નહીંવત્ છે. કિડની અને પિત્તાશયમાં પથરી થઈ હોય એવા દરદી આહારમાં તલના તેલનો ઉપયોગ કરે તો પથરી તૂટીને નીકળી જાય છે. નિયમિત તલનું તેલ ખાતા હોય તેમને ભવિષ્યમાં બ્લડપ્રેશર કે હૃદયને લગતી બીમારીનું જોખમ ઓછું રહે છે. સાંધાના દુખાવાની ફરિયાદમાં તલના તેલનું સેવન અને માલિશ બંને કરવાં જોઈએ.
તલના તેલમાં પર્યાપ્ત માત્રામાં મળી આવતું વિટામિન-ઈ, ‘બી’ કોમ્પ્લેક્સ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝિન્ક, સેલેનિયમ, ફાઇબર અને પ્રોટીન શરીરનાં હાડકાંથી લઈ વાળની સુંદરતા માટે ઉપયોગી છે, એમાં રહેલું ડાયટરી પ્રોટીન અને એમિનો એસિડ મસલ્સને સ્ટ્રોન્ગ બનાવે છે. બદામની તુલનામાં છ ગણું અને દૂધની તુલનામાં ત્રણ ગણું વધારે કેલ્શિયમ તલના તેલમાંથી પ્રાપ્ત થાય છે. ૧૦૦ ગ્રામ તલમાં અંદાજે ૧૮ ગ્રામ જેટલું પ્રોટીન હોય છે.
કાળા તલ અને સફેદ તલ બંનેની ન્યુટ્રિશનલ વેલ્યૂ લગભગ સરખી જ હોય છે. તે કોલેસ્ટ્રોલ વધવા દેતું નથી. એથી બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે. તલનું તેલ શરીરમાં ગ્લુકોઝના સ્તરને નીચું લાવવામાં સહાય કરે છે. ડાયાબિટીસના પેશન્ટના ડાયટમાં તલનું તેલ એડ કર્યા બાદ ૧૫ દિવસમાં બ્લડપ્રેશર અને શુગરનું સ્તર નીચું આવ્યું હોવાના અનેક કેસ છે, એમાં મળી આવતું મેગ્નેશિયમ કેન્સર જેવી ગંભીર બીમારીનું જોખમ ઘટાડે છે. ઓસ્ટિયોપોરોસિસ અને આર્થ્રાઇટિસના રોગમાં પણ તલનું તેલ ફાયદો કરે છે.
ઠંડીની ઋતુમાં વાઇરલ અને િસઝનલ બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી બચાવે છે. તલનું તેલ બોડીમાં મેટાબોલિક રેટને નિયંત્રિત રાખે છે તેમજ ક્રેવિંગને કન્ટ્રોલ કરે છે. ઓમેગા-૩ અને ફાઇબરના કારણે પેટ ભરાયેલું રહે છે. વેઇટલોસમાં પણ તલનું તેલ ઉપયોગી છે.
એન્ટિ એજિંગનો ગુણધર્મ ધરાવતા તલના તેલમાં વધતી ઉંમરને અટકાવવાની તાકાત છે. એનાથી ત્વચામાં નિખાર આવે છે. તલના તેલથી શરીરના દરેક હિસ્સાને લાભ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..