મૌસમ બદલતાની સાથે ઘણી સમસ્યાઓ પણ શરૂ થઈ જાય છે. જેવી કે સ્કિન રેશિઝ, ડ્રાયનેસ, દાદર-ખુજરી, સ્કિનમાં સફેદ રેશિઝ વગેરે. સાથે જ શરીરમાં મોઈશ્ચર ઓછું થઈ જવાને કારણે વાળ ખરવા, ડેન્ડ્રફ જેવી પણ સમ્સયાઓ થાય છે. આવી જ સમસ્યાઓથી બચવા જો તમે રોજ નહાવાના ગરમ પાણીમાં મીઠું મિક્સ કરીને નહાવો તો અદભૂત ફાયદાઓ મળી શકે છે. મીઠું ઘણી બીમારીઓ અને ઇન્ફેક્શનને પણ ઠીક કરે છે.તો ચાલો જાણી લો તેના ફાયદા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આ રીતે કરો ઉપયોગ
સામાન્ય રીતે એક ડોલ હૂંફાળા અથવા ગરમ પાણીમાં 1 મોટી ચમચી મીઠું નાંખીને સરખું હલાવી આ પાણીથી સ્નાન કરવું જોઈએ. શિયાળામાં રોજ આ રીતે નિયમિત સ્નાન કરવાથી ઘણાં ફાયદા થાય છે. મીઠાંના પાણીમાં ઘણા મિનરલ્સ અને પોષક તત્વો હોય છે જે તમારી ત્વચાને યુવાન બનાવે છે.
રોજ નહાવાના પાણીમાં મીઠું નાખવાથી કયા-કયા ફાયદા મળે છે.
-રોજ નવશેકા પાણીમાં મીઠું નાખીને સ્નાન કરવાથી સ્કિનની ચમક વધે છે. સાથે જ સ્કિન રેશિઝ, દાદર, ખુજલીની સમસ્યા દૂર થાય છે. મીઠામાં રહેલાં એન્ટીબેક્ટેરિયલ ગુણને કારણે તે સ્કિનમાં રહેલાં બેક્ટેરિયાને ખતમ કરે છે.
-મીઠાવાળા પાણીમાં રહેલાં તત્વ ફંગલ ઈન્ફેક્શન વધતાં રોકે છે. તેનાથી રોજ નહાવાથી ડેન્ડ્રફની પ્રોબ્લેમથી છૂટકારો મળે છે.
-મીઠાના પાણીમાં મેગ્નેશિયમ અને સોડિયમ જેવા મિનરલ્સ હોય છે. જે સ્કિન પોર્સમાં જઈને સ્કિનની સફાઈ કરે છે. તેનાથી સ્કિન ઈન્ફેક્શનનો ખતરો ટળે છે.
-મીઠાવાળા પાણીથી નહાવાથી હાડકાંનો દુખાવો દૂર થાય છે. રેગ્યુલર આ પાણીથી નહાવાથી ઓસ્ટિયોઆર્થ્રાઈટિસ જેવી જોઈન્ટ પેઈનની પ્રોબ્લેમ્સ પણ દૂર થાય છે.
-મીઠાવાળા પાણીથી નહાવાથી મસલ્સ રિલેક્સ થાય છે. તેનાથી મસલ્સમાં દુખાવાની પ્રોબ્લેમમાં રાહત મળે છે.
-મીઠાવાળા પાણીથી નહાવાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. જેનાથી બ્રેન ફંક્શન યોગ્ય રીતે થાય છે અને બ્રેન રિલેક્સ રહે છે. સાથે જ સ્ટ્રેસ દૂર થાય છે.
-મીઠાવાળા પાણીથી નહાવાથી થાક અને સ્ટ્રેસ દૂર થાય છે. બ્રેન રિલેક્સ થાય છે. જેનાથી રાતે સારી ઉંઘ આવે છે.
-મીઠાવાળા પાણીથી નહાવાથી વાળના બેક્ટેરિયા ખતમ થઈ જાય છે. જેથી મીઠાવાળા પાણીથી માથું ધોવાથી વાળ હેલ્ધી અને શાઈની બને છે.
-મીઠાવાળા પાણીથી નહાવાથી તે પાણીમાં રહેલાં તત્વ બોડીનું એસિડ લેવલ કંટ્રોલ કરે છે. જેનાથી એસિડિટીની પ્રોબ્લેમ દૂર કરવામાં મદદ મળે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..