કાચી ડુંગળી ખાવાથી થશે અધધ ફાયદા, રોગ પ્રતિકારક શક્તિ વધશે કોરોના રહેશે દૂર

ભોજનમાં ડુંગળીનો ઉપયોગ તો લગભગ દરેક ઘરમાં થાય છે. શાક, દાળ, પરાઠા કે સલાડ તરીકે પણ લોકો કાચી ડુંગળી ખાવાનું પસંદ કરે છે. પરંતુ તેનાથી જોડાયેલા ફાયદા અંગે ઘણા ઓછા લોકો જાણે છે. ડુંગળીના ફાયદાકારક તત્વો લેવા માંગો છો તો તેને સલાડ તરીકે તમે કાચી ખાઇ શકો છો. ખાસ કરીને ગરમીની ઋતુમાં કાચી ડુંગળી વધારે ફાયદાકારક હોય છે. ડુંગળીમાં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ તત્વ ગરમીથી શરીરને લડવાની તાકાત આપે છે. કાચી ડુંગળી લૂ લાગવાથી શરીરને બચાવે છે. તેની સાથે જ ડુંગળી ખાવાથી ઘણા ફાયદા થાય છે.

બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા
ડુંગળી ખાવાથી શરીરનું બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે. ડુંગળીમાં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ તત્વ ઇન્ફલેમેશનથી લડવામાં મદદ કરે છે. જ્યારે કોલેસ્ટ્રોલના લેવલને ઓછું કરવાની સાથે જ ડુંગળી ટ્રાઇગ્લેસરાઇડને ઘટાડે છે. જેના કારણથી હૃદયની બીમારીઓથી રાહત મળે છે. એન્ટી ઇફ્લેમેટરી ગુણ બ્લડ પ્રેશરથી બચાવે છે અને શરીરમાં લોહીનો થક્કો જામવા દેતી નથી.

ઇમ્યુનિટ સિસ્ટમ યોગ્ય કરવા
ડુંગળીમાં વિટામીન સીનું પ્રમાણ પૂરતા પ્રમાણમાં હોય છે. જે પકવવાથી ખતમ થઇ જાય છે. જેથી કાચી ડુંગળીને ખાવાથી વિટામીન સી ડાયરેક્ટ શરીરને મળે છે. જેનાથી રોગ પ્રતિકારક શક્તિનું સ્તર વધે છે. ડુંગળીના આશ્ચર્યજનક ગુણો અંગે ઘણા ઓછા લોકો જાણે છે. ડુંગળીમાં રહેલા ક્વોરેક્ટીન નામના પદાર્થ કેન્સરને રોકવામાં મદદ કરે છે. ખાસ કરીને પેટ અને કોલોરેક્ટલના કેન્સરથી..

બ્લડ શુગર નિયંત્રણ
કાચી ડુંગળી ખાવાથી બ્લડ શુગર પણ નિયંત્રિત રહે છે. જ્યારે ડ઼ુંગળીના રસને મધ સાથે મિક્સ કરીને ખાવાથી તાવ, શરદી-ઉધરસ અને એલર્જીથી છૂટકારો મળી જાય છે.

મજબૂત હાડકા
નિયમિત રીતે ડુંગળીના સેવનથી હાડકા મજબૂત થાય છે. ડુંગળીના રસને ગઠિયાના દુખાવાના ઇલાજમાં પણ ઉપયોગ કરી શકાય છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો