શિયાળામાં શરીર માટે શ્રેષ્ઠ છે ‘રાગી’, રાગીના ફાયદા વાંચીને તમે આજે જ બજારમાંથી લઇ આવશો

શિયાળાની મોસમમાં અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરવા માટે હેલ્ધી ફૂડ્સનું સેવન કરવું જોઈએ. આ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં શરદી-ખાંસી, વજનમાં વધારો, ગળામાં દુખાવો અને વધારે શરદીને કારણે કોલ્ડ સ્ટ્રોકનું જોખમ શામેલ છે. ભલે તમે તમારા શરીરને કપડાથી સંપૂર્ણ રીતે ઢાંકી રાખો પરંતુ ઠંડીની અસર કોઈપણ રીતે શરીર પર ચોક્કસપણે આવે છે. જેથી આપણે આપણા આહારમાં એવા ખોરાકનું સેવન કરવું જોઇએ જે શરીરને ગરમ રાખે છે. આવી ખાદ્ય ચીજોમાંથી એક રાગી છે. ચાલો જાણીએ રાગીના આરોગ્ય લાભ વિશે.

રાગી બીજ શું છે?

રાગીના બીજને ફિગર મિલેટ, આફ્રિકન મિલેટ અથવા નાચણી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે આફ્રિકા અને એશિયાના વિસ્તારોમાં વ્યાપક રીતે ઉગાડવામાં આવે છે. રાગીના બીજમાંથી આપણે રાગીનો લોટ બનાવી શકીએ છીએ. હવે આપણને કેટલાય સુપરમાર્કેટ અને અનાજ દળવાની ઘંટીએથી રાગીનો લોટ મળે છે. હજી પણ આપણે તેને રોજિંદા ભોજનમાં ઉપયોગમાં લેતા નથી, આપણે થોડું થોડું રાગી અંગે જાણીએ છીએ પરંતુ તેનાથી શરીરને કેવા લાભ મળે છે તે આજે જોઇએ.

કેલ્શિયમથી ભરપૂર

આપણે કેલ્શિયમની વાત આવે એટલે દૂધ અને દહીં જ યાદ આવે પરંતુ દૂધ વધુ પ્રમાણમાં પીવાથી સેચ્યુરેટેડ ફેટ પણ મળે છે. જ્યારે કિંમતમાં સસ્તી રાગી બહુ જ ઓછી ચરબી અને ભરપૂર કેલ્શિયમ ધરાવે છે. તેથી રાગી કેલ્શિયમનો શ્રેષ્ઠ નો-ડેરી સોર્સ ગણાય છે. જે બાળકોને દૂધ પીવાની અથવા તો લેક્ટોઝની તકલીફની સમસ્યા છે, તેમની માતા રાગીના લોટમાંથી બાળકો માટે કોઈ પણ વસ્તુ તૈયાર કરીને ખવડાવી શકે છે.

ડાયાબિટીસને કંટ્રોલ કરે છે –

ફાઈબરના ઊંચા પ્રમાણને કારણે તેમાંથી ઊર્જા ધીમે ધીમે રિલીઝ થાય છે અને સલામત રેન્જમાં બ્લડસુગરનું લેવલ જાળવી રાખે છે.

ત્વચા માટે પણ ઉત્તમઃ

રાગી યુવાન ત્વચાની જાળવણી માટેનું કામ કરે છે. તેમાં રહેલા મુખ્ય એમિનો એસિડ રિંકલ્સ અને ફ્લેબી ઓછી કરે છે.

વિટામિન ડી પણ છે –

રાગીએ થોડાક એવા કુદરતી અનાજ પૈકીનું એક છે જે વિટામિન ડી ધરાવે છે. જે આમ તો મોટા ભાગે સૂર્યપ્રકાશ અથવા ઇંડામાંથી જ મળે છે. આથી, શાકાહારી વ્યક્તિ માટે રાગી વિટામીન-ડીનો સારો સ્રોત બની શકે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ –

લાંબા સમયથી સુધી પેટને ભરેલું રાખે છે અને નકામી ભૂખ લાગતી અટકાવે છે. વખત જતાં તેનાથી ભૂખ ઓછી લાગે છે. અને તે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો