ખોરાકમાં ડુંગળીનો સમાવેશ કરવાના ઘણા ફાયદા છે. કાચી ડુંગળી ફક્ત લૂથી જ નથી બચાવતી પણ અનેક રોગોને શરીરમાં આવતા અટકાવે છે. કાચી ડુંગળી ખાવાથી કેન્સરથી લઇને હાઈ બ્લડ શુગર અને હૃદયરોગ જેવી જીવલેણ બીમારીઓ નથી થતી. આ ઉપરાંત, કાચી ડુંગળી ત્વચા માટે ફાયદાકારક છે. કાચી ડુંગળી સલાડ તરીકે ખાવાથી શરીરમાં કેન્સરના કોષો વધતા નથી. ડુંગળીમાં સલ્ફર સંયોજનો હોવાથી બ્લડ શુગર સારું રહે છે અને પાચનક્રિયા યોગ્ય રીતે થાય છે. ચાલો જાણીએ કાચી ડુંગળી ખાવાથી અન્ય કયા ફાયદા થાય છે.
કાચી ડુંગળી કેન્સરથી બચાવે
ડુંગળીમાં કેન્સર કોશિકાઓને દૂર કરવાના ગુણધર્મો છે. તે શરીરમાં વધતા કેન્સરના કોષો અટકાવે છે. આહારમાં સલાડ તરીકે ડુંગળીનો સમાવેશ કરીને કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે.
ડુંગળી ખાવાથી હૃદયરોગના હુમલાથી બચી શકાય
ડુંગળી તમારા હૃદયની તંદુરસ્તી માટે ખૂબ જ ઉપયોગી છે. ડુંગળી લોહી પાતળું કરતી હોવાથી રક્તનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે. તેથી તે હૃદયરોગના હુમલાનું જોખમ ઘટાડે છે.
ડુંગળીથી ઘટે છે હાઈ બ્લડ શુગરનું જોખમ
ખોરાકમાં ડુંગળી સામેલ કરવાથી હાઈ બ્લડ શુગરનું જોખમ પણ ઘટે છે. ડુંગળી બ્લડ શુગરનું સ્તર ઘટાડે છે અને શરીરમાં બ્લડ શુગર વધતા અટકાવે છે. પુરુષ કરતા મહિલાઓ વધુ હાઈ બ્લડ શુગરની બીમારીથી પીડાય છે. તેથી મહિલાઓએ આહારમાં કાચી ડુંગળી ચોક્કસ ખાવી જોઇએ. પાચન પ્રક્રિયા માટે પણ ડુંગળી ફાયદાકારક છે.
ડુંગળી આંખો માટે પણ ફાયદાકારક
કાચી ડુંગળી ખાવાથી શરીરમાં ગ્લુટેથિઓન વધુ માત્રામાં બને છે. ગ્લુટેથિઓન આંખનું પ્રોટીન છે. તેથી કાચી ડુંગળી આંખોને પણ સ્વસ્થ રાખે છે. કાચી ડુંગળી ખાવાથી આંખોમાં આવેલી નબળાઈ દૂર થાય છે.
શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે ડુંગળી
ડુંગળીમાં વિટામિન સી હોય છે. આ કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. ડુંગળીમાં પ્રોટીન અને પોટેશિયમની માત્રા પણ હોય છે. શરીરના આંતરિક અવયવો માટે ડુંગળી જેટલી ફાયદેમંદ છે તેટલા જ તેના બાહ્ય ફાયદા પણ છે. ડુંગળી ત્વચાની સાથે વાળ માટે પણ ફાયદાકારક છે.
આ પણ વાંચજો..
- દરરોજ એક વાટકી દહીં ખાવ, અડધી બીમારીઓ થઈ જશે દૂર
- જે કોઈ પણ વ્યક્તિ ને ખરજવું હોય તો દવા નહી પણ કરો આ ઘરેલું ઉપચાર