જાયફળનું વિજ્ઞાનિક નામ મેરિસ્ટિકા ફ્રેગ્રેન્સ છે. તે એક એશિયન ફળ છે. સામાન્ય રીતે ઇન્ડોનેશિયાની પાસે ટાપુઓમાં અને દક્ષિણ ભારતમાં જોવા મળે છે. જાયફળનાં મોટાં વૃક્ષો ભારતમાં કોંકણ, કર્ણાટક, મલબાર, મદ્રાસ, નીલગીરી અને બંગાળમાં તથા જાવા, મલાયા, સુમાત્રા, સિંગાપુર અને ચીનમાં પુષ્કળ પ્રમાણમાં થાય છે. જાયફળનાં વૃક્ષોને ગોળાકાર અને કંઈક લાંબાં ફળ આવે છે. એને જ આપણે જાયફળ કહીએ છીએ. જાયફળ એક બીજ છે જે ઘણા રોગોમાં અસરદાયક સાબિત થાય છે. જાણી લો જાયફળના ગુણધર્મો અને કયા રોગમાં લાભદાયી છે તે વિશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આયુર્વેદ પ્રમાણે જાયફળ સ્વાદમાં કડવું અને તીખું, ગરમ, તીક્ષ્ણ, પચવામાં હળવું, ભૂખ લગાડનાર, કફ અને વાયુનાશક, સ્વરને સુધારનાર, મળાવરોધક તથા ઉધરસ, ઊલટી, દમ, તાવ, અનિદ્રા, અજીર્ણ, હૃદયરોગ, મુખ-દુર્ગંધ વગેરેને મટાડનાર છે. જાવંત્રી સ્વાદમાં મધુર અને તીખી, ગરમ, હલકી, રુચિકારક, ત્વચાનો વર્ણ સુધારનાર, કામોત્તેજક તથા કફ, ખાંસી, દમ ઊલટી, કૃમિ અને આંતરડાનાં જૂનાં દર્દોને મટાડનાર છે. રાસાયણિક દૃષ્ટિએ જાયફળ-જાવંત્રીમાં એક ઉડનશીલ તેલ, એક સ્થિર તેલ, પ્રોટીન, સ્ટાર્ચ, ખનિજદ્રવ્યો વગેરે રહેલાં છે. સ્થિર તેલમાં એક સુગંધિત દ્રવ્ય રહેલું હોય છે. જે જાયફળને તેની વિશિષ્ટ સુગંધ આપે છે.
જાયફળ હરસ અને કબજિયાતમાં રામબાણ સાબિત થાય છે. જાયફળને દેશી ઘીમાં ભેળી દો અને પછી ખાઓ.હવે તેને પીસી લો અને તેને લોટમાં ભેળી દો. મિશ્રણ તૈયાર કર્યા પછી ફરીથી તેને દેશી ઘી માં શેકો અને ખાંડ સાથે રોજ સવારે ખાલી પેટ એક ચમચી પીવો. આ મિશ્રણનો નિયમિત વપરાશ કરવાથી હરસના રોગથી છુટકારો મળશે.
સંધિવાના રોગમાં કરશે મદદ
જો તમને સાંધાનો દુઃખાવો રહેતો હોય અથવા સંધિવાની તકલીફ હોય તો જાયફળનું તેલ કાઢી લો અને રોગગ્રસ્ત અંગો પર મસાજ કરો. આ ઉપરાંત, જાયફળનો ઉકાળો બનાવી અને તેમાં લવિંગ ભેળવીને પીવાથી આ સમસ્યાને મૂળમાંથી દૂર કરે છે.
શરદી તાવ માટે
શરદી અને તાવ માટે જાયફળ શ્રેષ્ઠ આયુર્વેદિક દવા માનવામાં આવે છે. જાયફળ અને જાવંત્રીને એકસાથે ભેળવ ને પીસી દો. હવે તેને કાપડમાં બાંધી અને સૂંઘવાથી તાવમાં રાહત મેળવવામાં મદદ કરશે. જો તમે આ મિશ્રણને મધ સાથે મિક્સ કરીને તેને પાણીથી લેવાથી શરદી તાવ અને ઉધરસ જેવા રોગોથી છુટકારો મેળવી શકો છો.
એસિડિટીમાં છે લાભદાયી
ઘણીવાર શરીરમાં એસિડની માત્રામાં નોંધપાત્ર વધારો થાય છે. જેના લીધે છાતીમાં બળતરા થાય છે એટલે કે એસિડિટીની સમસ્યા થાય છે. આ માટે તમે જાયફળ, સૂંઠ અને જીરાને પીસીને તેનું ચૂરણ તૈયાર કરો. હવે ભોજન પછી આ ચૂર્ણને પાણી સાથે લો. તે તમારા પેટમાં ગેસ અને છાતીના બળતરાની સમસ્યાઓ દૂર કરશે.
માથાના દુઃખાવામાં આપશે લાભ
માથાનો દુઃખાવો ટાળવા માટે ઘણા લોકો વિવિધ પ્રકારની કિંમતી દવાઓ વાપરે છે, પરંતુ છુટકારો મેળવી શકતા નથી.પરંતુ જો જાયફળ દૂધમાં ઉમેરી ને તેલ ની જેમ માથામાં લગાવવામાં આવે છે, તો તમને તરત જ માથાના દુઃખાવવામાં રાહત મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..