લીમડાના પાન જ નહીં ફળ પણ છે બહુઉપયોગી, આંખ સહિત કિડની માટે છે ફાયદાકારક છે લીંબોળી

ભારતીય સંસ્કૃતિમાં લીમડાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. ઉનાળામાં લીમડાનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. લીમડાનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી છે. આયુર્વેદમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉનાળામાં થતી બીમારીઓથી લીમડો શરીરનું રક્ષણ કરે છે.

લીમડાના ઝાડ નીચે ગરમીમાં બેસવાથી શીતળતા મળે છે. વળી ચહેરા માટે લીમડાના પાન પણ ઉપયોગી છે. પરંતુ મોટાભાગના લોકો લીમડાના ફળથી થતા લાભ વિશે જાણતા નથી હોતા. લીમડાના ફળ પણ શરીરની અનેક તકલીફોને દૂર કરે છે. આ ફળને બોલચાલની ભાષામાં લીંબોળી કહેવાય છે. આ ફળ આંખથી લઈ કિડની સુધીની બીમારીઓને દૂર કરે છે. તો ચાલો જાણી લો આજે કે લીંબોળીનો ઉપયોગ કરી અને કઈ કઈ તકલીફો દૂર કરી શકાય છે.

1. વાળની કોઈપણ સમસ્યામાં લીંબોળી ઉપયોગી છે. ખરતા વાળ, ખોડો જેવી તકલીફમાં લીંબોળીના તેલનો ઉપયોગ કરવો જોઈએ.

2. લીંબોળીને પાણીમાં ઉકાળી આ પાણી પીવાથી કિડની અને પ્રોસ્ટેટની સમસ્યાઓ દૂર થાય છે.

3. લીંબોળીને પીસી અને ઘરની આસપાસ અને રુમમાં રાખવાથી મચ્છર ઘરમાં પ્રવેશતા નથી. આ ફળની દુર્ગંધથી મચ્છર ઈંડા પણ મુકતાં નથી.

4. લીંબોળીની પેસ્ટ ચહેરા પર લગાવવાથી વધતી ઉંમરના લક્ષણો દૂર થાય છે. લીંબોળીમાં એન્ટી એજીંગ ગુણ હોય છે જે ત્વચાને યુવાન રાખે છે.

5. દાંતને મજબૂત અને પેઢાની સમસ્યાઓને દૂર કરવામાં પણ લીંબોળી કામ આવે છે. તેની પેસ્ટથી દાંત સાફ કરવાથી પેઢાનો સોજો, મોંની દુર્ગંધ દૂર થાય છે.

6. લીંબોળીનું તેલ અને વાસણ ધોવા માટે વપરાતા લિક્વિડને સરખી માત્રામાં લઈને સ્પ્રે બોટલમાં ભરો. તમારા ઘરમાં રહેલા છોડના પાંદડા પર છંટકાવ કરવાથી તેમાં થતી જીવાત નાશ પામશે.

7. ગાલીચા અને ગાદલાની સફાઈ માટે લીંબોળીનું તેલ ઉપયોગી છે. જાણીને નવાઈ લાગશે પરંતુ આ સાચું છે. ગાલીચા સાફ કરવા માટે ઉપયોગમાં લેવાતા લિક્વિડમાં લીંબોળીનું તેલ ઉમેરો. લીંબોળીના તેલનો ગાદલા પર છંટકાવ કરો એટલે તેમાંથી બધા જ બેક્ટિરિયાનો નાશ થશે.

8. દીવેલમાં કડવા લીમડાની લીંબોળી નીચોવી ખુબ હલાવી એકરસ કરી આ મિશ્રણને પગના વાઢીયા અને ચીરા પર લગાવવાથી ઝડપથી ફાયદો થાય છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો