આમ તો બધાં જ ફળો સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારાં માનવામાં આવે છે. પણ અલગ-અલગ ફળોના ફાયદા પણ અલગ-અલગ હોય છે. ફળો ખાવાથી ભરપૂર ન્યૂટ્રિઅન્ટ્સ મળે છે અને નબળાઈ પણ દૂર થાય છે. ભારતમાં એવા ઘણાં ફળો છે. જેનો લાભ આપણા શરીરને મળે છે. ફળો રોગો સામે લડવામાં પણ મદદ કરે છે.
આજે અમે તમને જે ફળ વિશે જણાવવા જઈ રહ્યાં છે તે સ્વાદમાં ખૂબ જ રસીલું અને સ્વાદિષ્ટ છે. આ બાળકોથી લઈને વૃદ્ધોને પણ પસંદ આવે છે. આ ફળનું નામ છે કીવી. કીવી પહેલાં વિદેશથી આયાત કરવામાં આવતું હતું પણ સમયની સાથે તેની ખેતી હવે ભારતમાં પણ ઘણી જગ્યાએ થવા લાગી છે. આજે અમે તમને કીવીના ફાયદાઓ વિશે જણાવીશું, જે જાણીને તમે પણ કીવી ખાશો.
શરીરનો દુખાવો કરે છે દૂર
કીવીમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તેને ખાવાથી શરીરમાં ઊર્જાનું સંચાર થાય છે. તેનાથી સાંધાઓનો દુખાવો અને અંગોમાં થતા દુખાવામાં રાહત મળે છે.
ન્યૂટ્રિઅન્ટ્સનો છે ખજાનો
કીવીમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને એ સારી માત્રામાં હોય છે. વિટામિનમાં વિટામિન બી6 અને આયર્ન પણ હોય છે. જે શરીરમાં રહેલી નબળાઈ અને લોહીની કમીની પ્રોબ્લેમને દૂર કરે છે. ઘણાં લોકોને નાનું અમથું કંઈ વાગે અને તે ભાગ કાળો પડી જાય છે આવું બોડીમાં આયર્નની કમીને કારણે થાય છે. કીવી ખાવાથી આ સમસ્યા દૂર થઈ જાય છે.
આંખો માટે બેસ્ટ
કીવી આંખો માટે પણ બહુ જ ફાયદાકારી છે. તેને ખાવાથી આંખોની રોશની વધે છે. તેમાંથી ભરપૂર વિટામિન એ મળી રહે છે.
ફાયબરથી ભરપૂર
કીવીમાં ભરપૂર પ્રમાણમાં ફાયબર હોય છે. જેથી કિવી ખાવાથી પાચનતંત્ર એકમદ સારી રીતે કામ કરે છે. રોજ કીવી ખાવાથી બીમારીઓ થવાનો ખતરો દૂર થાય છે. નબળાઈ, બીપી, ભૂખ ન લાગવી, આંખોની રોશની ઓછી થવી, રાતે ઊંઘ ન આવવી જેવી તકલીફોમાં કીવીનું સેવન બેસ્ટ ફાયદાકારક છે. આ બજારમાં સરળતાથી મળી પણ રહે છે.