ચોમાસા (Monsoon)માં મધનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. મધ દરેક ઘરમાં સરળતાથી મળી રહે છે. મધ (Honey) સુપરફૂડ હોવાની સાથે આયુર્વેદિક દવા તરીકે પણ ઓળખાય છે. મધને આપણે આપણા આહારમાં ઘણી રીતે સમાવી શકીએ છીએ. ઘણા લોકો તેને દૂધમાં મિક્સ કરીને પીવે છે, જ્યારે ઘણા લોકો તેનો ઉપયોગ વાનગી બનાવવામાં કરે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
સ્વાદથી ભરપૂર હોવાની સાથે સાથે મધ પોષક તત્વોથી પણ ભરપૂર છે. મધ ચહેરાની ચમક જાળવી રાખવા સાથે વજન ઘટાડવામાં પણ અસરકારક છે. આ ઉપરાંત મધના સેવનથી ઘણા લાભ થાય છે. મધનું સેવન ચોમાસામાં પણ ફાયદાકારક (Benefits) નીવડે છે. અહીં ચોમાસામાં મધના સેવનથી થતા લાભ અંગે વિગતો આપવામાં આવી છે.
આવી રીતે કરી શકાય મધનું સેવન
દરરોજ સવારે હુંફાળા પાણીમાં એક ચમચી મધ નાખવું અને ત્યારબાદ તેનું સેવન કરવું.
બે ચમચી મધ અને એક ચમચી આદુનો રસ મિક્સ કરી તેનું સેવન કરી શકાય છે.
હુંફાળા દૂધમાં એક ચમચી મધ ભેળવી તેનું દરરોજ સેવન કરી શકાય છે.
દરરોજ એકથી બે ચમચી મધનું પણ સેવન કરી શકાય છે.
નવશેકા પાણીમાં લીંબુ અને મધ મિક્સ કરી સેવન કરી શકાય છે.
મધના કારણે થાય છે આટલા ફાયદા
રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.
શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે.
આંખોની રોશની વધે છે.
કબજિયાતમાં રાહત આપે છે.
ગળાની ખીચખીચ દૂર કરવામાં મદદરૂપ થાય છે.
થાક અને નબળાઈ દૂર કરે છે.
અનિંદ્રાની તકલીફ દૂર કરવામાં લાભદાયક છે.
શરદી ઉધરસની સમસ્યામાં રાહત આપે છે.
સ્નાયુઓનું ખેંચાણ અને થાક દૂર કરે છે.
પાચન ક્રિયા વધુ સારી બનાવવામાં મદદગાર છે.
મધમાં મળે છે આટલા પોષક તત્વો
મધમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક ગુણ હોય છે. તેમજ કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામીન એ, વિટામિન બી, વિટામીન સી, ઝીંક, કોપર, આયરન, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને સોડિયમ જેવા અનેક પોષક તત્વો પણ મધમાં મળી આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..