કબજિયાત અને ડાયાબિટીસથી લઈને વજન ઉતારવા માટે શ્રેષ્ઠ છે આવા લોટની રોટલી, મલ્ટીગ્રેન લોટના ફાયદા જાણો અને શેર કરો

અત્યારે બજારમાં ઘણાં પ્રકારના મલ્ટીગ્રેન લોટ મળી રહ્યાં છે. જોકે તેમાં ગુણવત્તાની ખાતરી મળતી નથી અને આ લોટ મોંઘા હોવાને કારણે લોકો તેને ખાવાનું ટાળતાં હોય છે. પણ જો જાતે જ ઘરે અલગ-અલગ અનાજ મિક્સ કરીને લોટ દળાવવામાં આવે તો તેમાં ગુણવત્તાની તો ગેરંટી હોય જ છે, સાથે જ તે સસ્તો પણ પડે છે. ઘઉંની સાથે કેટલાક હેલ્ધી અનાજ મિક્સ કરવામાં આવે તો સામાન્ય લોટ કરતાં મલ્ટીગ્રેન લોટના ફાયદા અનેક ગણાં વધી જાય છે.

વજન ઉતારવા

5 કિલો ઘઉંમાં 1 કિલો ચણા, 1 કિલો જવ, 250 ગ્રામ અળસી અને 50 ગ્રામ મેથી દાણા મિક્ષ કરી લોટ દળાવો.

ડાયાબિટીસ

5 કિલો ઘઉંમાં દોઢ કિલો ચણા, 500 ગ્રામ જવ, 50 ગ્રામ મેથી, 50 ગ્રામ તજ મિક્ષ કરી લોટ દળાવો.

પ્રેગ્નેન્સીમાં

5 કિલો ઘઉંમાં 1 કિલો સોયાબીન, 250 ગ્રામ તલ, 500 ગ્રામ જવ, દોઢ કિલો ચણા મિક્ષ કરી લોટ દળાવો.

બાળકોના વિકાસ માટે

5 કિલો ઘઉંમાં 500 ગ્રામ સોયાબીન, 1 કિલો ચણા અને 500 જવ મિક્ષ કરી લોટ દળાવો.

કબજિયાત

5 કિલો ઘઉંમાં 1 કિલો ચણા, અડધો કિલો મકાઈ, 1 કિલો જવ અને 250 ગ્રામ અળસી મિક્ષ કરી લોટ દળાવો.

દુબળા શરીર માટે

5 કિલો ઘઉંમાં 1 કિલો ચણા, 1 કિલો જવ, 500 ગ્રામ સોયાબીન, 1 કિલો ચોખા મિક્ષ કરીને લોટ દળાવો.

હાઈ બીપી

5 કિલો ઘઉંમાં 500 ગ્રામ સોયાબીન, 1 કિલો ચણા અને 250 ગ્રામ અળસી મિક્ષ કરી લોટ દળાવો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો