ઔષધીય ગુણોથી ભરપૂર અળસીનાં બીજ સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક છે. અળસીનાં બીજ ઘણાં સ્વાસ્થ્યવર્ધક ગુણો ધરાવે છે. વજન ઓછું કરવાની સાથે સાથે તેનું સેવન પાચનક્રિયા, કેન્સર, ડાયાબિટિસ જેવી બીમારીથી બચાવે છે. રોજ 10 ગ્રામ અળસી ખાવાથી વજન ઘટે છે.
ફ્લેક્સ સીડ્સ એટલે કે અળસી માત્ર સ્વાસ્થ્ય માટે નહીં પરંતુ સ્કીન અને વાળ માટે પણ ખૂબ સારી હોય છે. એમાં પ્રોટીન, ફાઇબર જેવા મોક્રોન્યૂટ્રિએન્ટ્સ મળી આવે છે. જે તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. અળસીને માત્ર ખાવા પૂરતું જ નહીં એના તેલનો પણ ઉપયોગ કરી શકો છે. ચલો તો જણાવીએ સીડ્સ વાળના વિકાસ માટે કેવી રીતે મહત્વપૂર્ણ છે.
વિટામીન ઇ
ફ્લેક્સ સીડ્સમાં મળી આવતા વિટામીન ઇ વાળની લંબાઇ વધારવા માટે ખૂબ મદદ કરે છે. એના માટે એના તેલનો ઉપયોગ કરવામાં આવે છે. આ સમય પહેલા ગ્રે થતા વાળને રોકીને મગજને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
ઓમેગા 3
અળસીમાં મળી આવતા ઓમેગા 3 ફેટી એસિડ વાળને સ્વસ્થ અને મજબૂત બનાવવાની સાથે લચકદાર બનાવવામાં પણ મદદ કરે છે. આ સાથે જ વાળ ખરવા અથવા ખોડાની સમસ્યાથી પણ છુટકારો આપે છે. આ સાથે જ ડ્રાય વાળમાં અળસીનું તેલ લગાવવાથી ખૂબ જ ફાયદો મળે છે.
અળસીનું તેલ વાળના મૂળને પોષણ આપે છે. જેનાથી વાળની ગુણવત્તા વધે છે. આટલું જ નહીં એનાથી વાળની સુંદરતા પણ વધે છે.
આવી રીતે પેક તૈયાર કરો
વાળ અને દિમાગને સ્વસ્થ રાખવા માટે અળસીના બી નો પેક બનાવીને લગાવી શકો છો. એના માટે અળસી, પાણી અને એલોવેરાને મિક્સ કરો. પાણીમાં ફ્લેક્સ સીડ્સને મિક્સ કરીને ઉકાળો. જ્યારે મિશ્રણ જાડું થઇ જાય તો એની પણ આછી સફેદ પરત આવી જશે. એને ઠંડી કરીને મલમલના કપડાંથી ગાળી દો. એમાં એલોવેરાનું પાણી મિક્સ કરી લો. ત્યારબાદ આ મિશ્રણને સપ્તાહમાં 3 વખત લગાવો. આ પેક વાળને પ્રદૂષણ અને ધૂળથી પણ સુરક્ષા કરશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..