ડુંગળી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અનેક રીતે લાભકારી છે. તમે તેને સલાડ તરીકે ખાઈ શકો છો. તેમાં સલ્ફર, અમિનો એસિડ અને વિટામિન્સ ભરપૂર માત્રામાં હોય છે. જે આપણને ઘણી બીમારીઓથી બચાવે છે. રોજ સલાડમાં ડુંગળી ખાવાથી કબજિયાત, કોલેસ્ટ્રોલ અને એનિમિયાની સમસ્યાથી છુટકારો મળે છે. સાથે જ તે કેન્સરનો ખતરો પણ દૂર કરે છે. ડાયટિશિયન અભિષેક દુબે જણાવી રહ્યાં છે ડુંગળીના ફાયદા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
કાચી ડુંગળી સલાડમાં ખાવાથી બોડીને ભરપૂર ન્યૂટ્રિઅન્ટ્સ મળે છે, જેનાથી રોગો સામે રક્ષણ મળે છે
કેન્સર
ડુંગળીમાં સલ્ફર વધુ પ્રમાણમાં હોય છે. જે કેન્સર સેલ્સને વધતાં રોકે છે અને કેન્સરનો ખતરો ઘટાડે છે. તે પેટ, ફેફસા અને પ્રોસ્ટેટ કેન્સરથી બચાવે છે.
કબજિયાત
આમાં ફાયબર હોય છે. જે કબજિયાતની સમસ્યાથી રાહત આપવામાં મદદ કરે છે.
કોલેસ્ટ્રોલ
ડુંગળીમાં અમિનો એસિડ અને મિથાઈલ સલ્ફાઈડ હોય છે. જે ગુડ કોલેસ્ટ્રોલને વધારીને બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. તે હાર્ટની બીમારીઓથી પણ બચાવે છે.
બ્લડપ્રેશર
મિથાઈલ સલ્ફાઈડ અને અમિનો એસિડ બીપી કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જેનાથી બીપીની સમસ્યા થતી નથી.
ડાયાબિટીસ
ડાયાબિટીસના દર્દીઓ માટે કાચી ડુંગળી ખાવી ફાયદાકારક સાબિત થાય છે, કાચી ડુંગળી ખાવાથી બોડીમાં ઈન્સ્યૂલિનની માત્રા વધે છે. જે ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે .આ સિવાય દરરોજ ડુંગળી ખાવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે.
કઈ રીતે છે ફાયદાકારક?
ડુંગળીમાં કેલિસિન, આયર્ન, કેલ્શિયમ, વિટામિન B6, B અને C ભરપૂર માત્રામાં હોય છે. જેથી તે નેચરલ એન્ટીબાયોટિકની જેમ કામ કરે છે.
સ્વાસ્થ્યની વાત કરવામાં આવે તો ડુંગળીમાં એન્ટી ઇન્ફ્લેમેટ્રી ગુણો સિવાય એન્ટી એલર્જિક, એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી-કાર્સિનોજેનિક ગુણ પણ હોય છે. જેનાથી ઘણા બીમારીઓ દૂર થાય છે અને કહેવામાં આવે છે ડુંગળી ખાવાથી વ્યકિતનું આયુ વધે છે. ડુંગળી સમયથી પહેલા આવનારી કરચલીઓને પણ ઓછી કરે છે અને ત્વચાને સુંદર અને સ્વસ્થ રાખે છે.
ગર્ભવતી મહિલાઓએ ન ખાવી કાચી ડુંગળી
નિષ્ણાંતો મુજબ ગર્ભાવસ્થામાં કાચી ડુંગળી ખાવાથી મહિલાની છાતીમાં બળતરા અથવા ખાટાં ઓડકારની પ્રોબ્લેમ થઈ શકે છે. જેથી ડોક્ટરની સલાહ વિના ડુંગળી ખાવી નહીં…
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..