અનેક સમસ્યાઓને દૂર કરવા માટે ઘરમાં જ દેશી ઉપાય દ્વારા ઈલાજ કરી શકાય છે. જેમાં દેશી ચણાનો ઉપાય બેસ્ટ છે. તે શરીરની અનેક સમસ્યાઓનો ખાતમો કરશે. જાણો ઉપાય.
રોજ 1 મુઠ્ઠી દેશી ચણાનો આ પ્રયોગ તમને આપશે બેસ્ટ ફાયદા
ઘરમાં જ રહેલાં કેટલાક પ્રયોગ આપણાં શરીરની કેટલીક તકલીફો પર ગજબની અસર કરે છે. એવું જ એક સુપરફૂડ છે દેશી ચણા એટલે કાળા ચણા. દેશી ચણા શરીરની નબળાઈ દૂર કરવા, તાકાત અને એનર્જી વધારવા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ચણા સસ્તાં અને બદામથી પણ વધારે અસરકારક હોય છે. ટીનએજર્સ અને યંગસ્ટર્સે રોજ પલાળેલા ચણા ખાવા જોઈએ. તેનાથી ફર્ટિલિટી વધે છે અને શરીરમાં તાકાત આવે છે.
આ રીતે ઉપયોગ કરો
રોજ રાતે 1 મુઠ્ઠી ચણા પલાળી સવારે તેમાં સહેજ દેશી ગોળ મિક્સ કરીને ખાઓ. રોજ આ ઉપાય કરવાથી શરીરમાં લોહીની કમી દૂર થશે. બીમારીઓ સામે લડવાની તારાત વધશે. બ્લડ ફ્લો વધશે અને શરદી-ખાંસી જેવી બીમારીઓ પણ દૂર રહેશે.
રોજ રાતે 1 મુઠ્ઠી ચણા પલાળી સવારે તેને સહેજ ઘીમાં શેકીને પછી ચાવીને ખાઓ. પછી 1 ગ્લાસ નવશેકું દૂધ પી લો. આ ઉપાય કરવાથી દરેક પ્રકારની નબળાઈ દૂર થાય છે. તાકાત મળે છે અને વજન પણ વધારી શકાય છે.
1 મુઠ્ઠી કાળા ચણાને સાફ કરી લો. પછી તેને ધોઈને 1 ગ્લાસ પાણીમાં રાતે પલાળી દો. સવારે ફ્રેશ થઈને એક્સરસાઈઝ કર્યા બાદ આ ચણા સરખી રીતે ચાવીને ખાઓ અને તેનું પાણી પણ પી લો. ચણાની માત્રા ધીરે-ધીરે તમારા વજન અને એક્સરસાઈઝ પ્રમાણે વધારી શકો છો.
1 મુઠ્ઠી ચણાની સાથે 5 બદામ પણ પલાળો. સવારે બંને સાથે ચાવીને ખાઓ અને પછી 1 ગ્લાસ નવશેકું દૂધ પી લો. આ ઉપાયથી સેક્સુઅલ પાવર વધશે, થાક નહીં લાગે અને શરીરની નબલાઈ પણ દૂર થશે. આ ઉપાય કરવાથી મસલ્સ પણ સ્ટ્રોન્ગ થાય છે. એનર્જી મળે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..