રોજ સવારે માત્ર 10 મિનિટ કરો ઓઈલ પુલિંગ થેરાપી, નહીં થાય ગંભીર બીમારી અને 100 વર્ષ સુધી રહેશો નિરોગી, જાણો અને શેર કરો

રોજ સવારે આ એક કામ કરી લેશો તો 100 વર્ષ સુધી શરીર રહેશે નિરોગી. જાણી લો.

ઓઈલ પુલિંગ કરવાથી બોડીના ટોક્સિન્સ દૂર થાય છે
ઓઈલ પુલિંગ એક પ્રાચીન આયુર્વેદિક વિધિ છે. જેનાથી ન માત્ર અસાધ્ય રોગોથી બચી શકાય છે પણ ઘણી બીમારીઓને થતાં પણ રોકી શકાય છે. સાથે જ રોજ આ ક્રિયા કરનાર વ્યક્તિ 100 વર્ષ સુધી નિરોગી જીવન જીવી શકે છે. તેનાથી માથાનો દુખાવો, સાયનસ સહિતની અન્ય ઘણી બીમારીઓથી બચી શકાય છે. તો ચાલો આજે જાણી લો ઓઈલ પુલિંગના ફાયદા.

આ રીતે કરો
ઓઈલ પુલિંગ કરવા માટે તલ, જેતૂન અથવા નારિયેળનું વર્જિન ઓઈલ લેવું. 2-3 ચમચી મોંમાં ભરીને તેને 10 મિનિટ આમતેમ ફેરવવું અને પછી તેને ફેંકી દેવું. ધ્યાન રાખવું કે 1 ટીપું પણ અંદર પેટમાં ન જાય. કારણ કે આ તેલમાં મોંમાં રહેલાં બેક્ટેરિયા, વાયરસ અને અન્ય હાનિકારક તત્વો હોય છે.

ફાયદા

આ થેરાપીથી માથાનો દુખાવો, બ્રોન્કાઈટિસ, દાંત દર્દ, અલ્સર, પેટ, કિડની, આંતરડા, હાર્ટ, લિવર, ફેફસાંના રોગો અને અનિદ્રાથી પણ રાહત મળે છે.

ઓઈલમાં રહેલાં નેચરલ એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીબાયોટિક ગુણ દાંતને હેલ્ધી રાખે છે.

2 સપ્તાહ રોજ ઓઈલ પુલિંગ કરવાથી શરીર, સ્વાસ્થ્ય અને સ્કિનમાં ફરક દેખાવા લાગશે.

આ કેવિટી, શ્વાસની દુર્ગંધ અને પેઢાંમાં લોહી આવવાની સમસ્યાને પણ દૂર કરે છે.

ઓઈલ પુલિંગથી મોંના બેક્ટેરિયા ખતમ થઈ જાય છે અને દાંતમાં સેન્સિટિવિટીની સમસ્યા ઓછી થાય છે.

આની મદદથી બોડીમાં સોજા આવવાની સમસ્યા પણ દૂર થાય છે.
બેક્ટેરિયા અને હાનિકારક તત્વો મોં વાટે જ શરીરમાં જાય છે. પણ ઓઈલ પુલિંગથી તેને રોકી શકાય છે.

બોડી ડિટોક્સ થવાને કારણે ઓઈલ પુલિંગથી એનર્જી લેવલ ઝડપથી વધે છે.

માથાનો દુખાવો, માઈગ્રેન, સાયનસ અથવા સ્ટ્રેસને કારણે થતાં માથાના દુખાવાની સમસ્યા પણ ઓઈલ પુલિંગથી દૂર થાય છે.

બોડી ડિટોક્સ થવાને કારણે પેટનું એસિડ લેવલ બેલેન્સમાં રહે છે અને તેનાથી માઈગ્રેનની સમસ્યા પણ દૂર થાય છે.

બોડીના ટોક્સિન્સ દૂર થવાને કારણે હોર્મોન્સ લેવલ પણ બેલેન્સમાં રહે છે.

બેક્ટેરિયા, વાયરસ, ફંગસ અને અન્ય ટોક્સિન્સ બહાર નીકળી જવાને કારણે સ્કિન સાફ રહે છે.

સ્કિન શાઈની દેખાય એ શરીર ડિટોક્સ થઈ ગયું હોવાની નિશાની છે.
દાંત મોતી સમાન ચમકીલા બની જાય છે. સાથે દાંતની અન્ય સમસ્યાઓ પણ ઓઈલ પુલિંગથી દૂર થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો