બાળક માટે ગાયનું દૂધ સારું કે ભેંસનું? જાણો બાળકને શું ખવડાવવું અને શું ધ્યાન રાખવું

દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. બાળકોની ગ્રોથ માટે દૂધ ડાયટમાં સામેલ કરવું જરૂરી છે. રાતે રોજ સૂતા પહેલાં બાળકને 1 ગ્લાસ દૂધ આપવું જોઈએ. ઘણાં લોકોને કંન્ફ્યૂઝન હોય છે કે બાળક માટે ગાયનું દૂધ સારું કે ભેંસનું? તો તમને જણાવી દઈએ કે બાળકના વિકાસ માટે ગાયનું દૂધ બેસ્ટ છે. જોકે બાળક 1 વર્ષનું થાય ત્યાં સુધી તેના માટે માંનું દૂધ જ બેસ્ટ છે એ પછી તમે બાળકને ગાયનું દૂધ આપી શકો છો. ઘણાં લોકો બાળકને પાઉડરવાળું દૂધ આપે છે, જે હેલ્થ માટે એટલું સારું માનવામાં આવતું નથી.

બાળક માટે કેમ બેસ્ટ છે ગાયનું દૂધ?

1 વર્ષના બાળકને ગાયનું દૂધ આપવાનું શરૂ કરી દેવું જોઈએ, કારણ કે તેનાથી બાળકને સંપૂર્ણ ન્યૂટ્રિઅન્ટ્સ મળી જાય છે. આ દૂધ બાળકના હાડકાં અને દાંતને મજબૂત બનાવે છે. સાથે જ તેમની ઈમ્યૂનિટી પાવર પણ સ્ટ્રોન્ગ બનાવે છે. શારીરિક અને માનસિક વિકાસ માટે પણ ગાયનું દૂધ બેસ્ટ માનવામાં આવે છે. ગાયના દૂધમાં એવા તત્વ હોય છે જે બાળકને ડાયાબિટીસ અને હાર્ટ સંબંધી બીમારીઓ સામે રક્ષણ પ્રદાન કરે છે.

બાળકો માટે કેમ બેસ્ટ છે ગાયનું દૂધ? જાણો તેના ફાયદાઓ

કેલ્શિયમનો બેસ્ટ સોર્સ

ગાયના દૂધમાં કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. જે બાળકોની ગ્રોથ માટે બહુ જરૂરી છે. કેલ્શિયમથી બાળકના દાંત અને હાડકાં મજબૂત બને છે. સાથે જ મસલ્સ સ્ટ્રોન્ગ થાય છે. તેમાં વિટામિન ડી પણ હોય છે જે કેલ્શિયમ એબ્સોર્બ કરવામાં પણ મદદ કરે છે.

એનર્જી

બાળકને એનર્જીની જરૂર પડે છે, કારણ કે તેઓ આખો દિવસ કંઈકને કંઈક એક્ટિવિટી કરતાં જ હોય છે. જેથી ઊર્જાવાન રહેવા માટે ગાયનું દૂધ બેસ્ટ છે. સાથે જ આ નબળાઈ, થાક અને કબજિયાતની સમસ્યાને પણ દૂર રાખે છે.

હોર્મોનલ ગ્રોથ

હોર્મોનલ ગ્રોથ માટે પણ ગાયનું દૂધ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઘણાં રિસર્ચમાં આ વાત સાબિત થઈ છે કે દૂધ પીવાથી હોર્મોનલ વિકાસ સારો થાય છે. જેનાથી હાડકાંઓને મજબૂતી મળે છે. બાળકની હાઈટ વધારવામાં પણ દૂધ જરૂરી છે.

વિટામિન એ અને બીથી ભરપૂર

વિટામિન ડી સિવાય ગાયના દૂધમાં વિટામિન બી અને એ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. જે બ્રેન અને નર્વસ સિસ્ટમને યોગ્ય રાખવામાં મદદ કરે છે. આ મેટાબોલિઝ્મના સેલ્સને પણ વધારે છે. વિટામિન એ આંખ માટે પણ બહુ જ જરૂરી છે. આ આંખોનું તેજ વધારવામાં મદદ કરે છે.

હેલ્ધી હાર્ટ

કેલ્શિયમ અને વિટામિનની સાથે ગાયનું દૂધ બાળકના હાર્ટને પણ હેલ્ધી રાખે છે. આનાથી બોડીના બધાં જ અંગોમાં બ્લડ સપ્લાય થાય છે. જેનાથી હાઈપર ટેન્શન જેવી સમસ્યાઓ પણ થતી નથી.

આ વસ્તુઓ પણ બાળકની ડાયટમાં કરો સામેલ

ફાયબર, ઓટ્સ, સાબૂત અનાજ (જવ, કોર્ન, ઓટ્સ, બ્રાઉન રાઈસ, દલિયા), નટ્સ અને બીજ, તાજાં ફળો અને શાકભાજી, દૂધ, દહીં અને ઈંડા

આ વસ્તુઓ બાળકને ખવડાવવી નહીં

ફાસ્ટ ફૂડ્સ, સોડા અને સોફ્ટ ડ્રિંક્સ, હાઈ પ્રોસેસ્ડ ફૂડ્સ જેમ કે ચિપ્સ, મીઠાઈ અને નૂડલ્સ, ઓઈલી અને સ્પાઈસી ફૂ્ડ્સ

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો