કપૂર મોટા ભાગના ઘરમાં ઉપલબ્ધ હોય છે. મોટાભાગે કપૂરનો ઉપયોગ પૂજા અથવા તો નેગેટિવ એનર્જીને બહાર કાઢવા માટે થાય છે. કપૂરના તેલના પણ અનેક ફાયદા છે. આજે આપણે કપૂરના તેલના ફાયદા અંગે ચર્ચા કરીશું. માર્કેટમાં કપૂરનું તેલ તૈયાર મળે છે. જોકે, તેને ઘરે પણ બનાવી શકાય છે.
ચહેરો ખીલી ઉઠશે
કપૂરના તેલમાં ગુલાબ જળ અને ચંદન પાઉડર મિશ્રણ કરી તેની પેસ્ટ બનાવો. ત્યાર બાદ આ પેસ્ટને ફેસપેકની જેમ મોઢા ઉપર લગાડો. તે સુકાય નહીં ત્યાં સુધી આવી રીતે રાખો. ત્યાર બાદ ઠંડા પાણીથી મોઢું ધોઇ લો.
મોઢા પરના ડાઘ દૂર થશે
કપૂરના તેલ અથવા નારિયેળ તેલ સાથે કપૂરનું મિશ્રણ કરી પાંચ મિનિટ રાખી મુકો. ત્યાર બાદ બંનેની મિક્સ કરીને મોઢા પર લગાવો. જેનાથી મોઢા પરના ડાઘ ચાલ્યા જશે. મોઢું શુષ્ક નહીં રહે.
ખીલ-પિમ્પલ દૂર કરશે
ખીલ-પિમ્પલ દૂર કરવા માટે કપૂરના તેલને કોટન બોલની મદદથી અસરગ્રસ્ત જગ્યાએ લગાવો. તમે કપૂરને નારિયેળ તેલમાં મિક્સ કરીને પણ ઉપયોગ કરી શકશો.
પગમાં વાઢીયા-ચિરા પાડવા
વાઢીયા અને ચિરા જેવી સમસ્યાઓના નિવારણ માટે અડધા ટબ પાણીમાં કપૂરનું બે ચમચી તેલ નાખો. પગને 20 મિનિટ સુધી આ પાણીમાં ડુબાડીને રાખો.
વાળમાંથી ખોડો અને જૂ દૂર કરવા
વાળમાં ખોડા અથવા જૂની સમસ્યાથી પરેશન હોવ તો કપૂરના તેલ અથવા કપૂરને નારિયેળ તેલમાં મિશ્રિત કરીને ઉપયોગ કરો. આ મિશ્રણને આખી રાત વાળમાં લગાવી રાખો, સવારે શેમ્પૂથી ધોઈ નાખો.
શરીરને ઠંડક આપે છે
લૂ લાગી ગઈ હોય તો કપૂરના તેલ અથવા કપૂરનો ઉપયોગ કરી શકાય. કપૂરના તેલ અથવા નારિયેળ તેલમાં કપૂરને ભેળવો. આ શરીર ઉપર આ મિશ્રણનું મસાજ કરો. જેનથી શરીરને ઠંડક મળશે. બળતરા ઓછી થશે.
દાઝી ગયેલાને રાહત આપે
રસોઈ કરતી વખતે અથવા અન્ય કોઈ કારણસર દાઝી જવાયું હોય તો કપૂરનું તેલ અથવા કપૂરને ચંદન પાવડર સાથે ભેળવી દો. આ મિશ્રણને દાઝેલી જગ્યાએ લગાવો. જેનાથી બળતરા ઓછી થશે. ઝડપથી સારું રહી જશે.
આવી રીતે બનાવો કપૂર
બજારમાં કપૂરનું તેલ તૈયાર મળે જ છે. પરંતુ જો તમે કપૂરનું તેલ ઘરે બનાવવા માંગતા હોવ તો, 50 ગ્રામ કપૂરને 100 ગ્રામ હૂંફાળા નાળીયેર તેલમાં આખી રાત કોઈ બોટલમાં રાખી મુકો. સવારે કપૂર પૂરેપૂરું તેલમાં ઓગળી જાય એટલે બોટલને હલાવો. જેથી બંને વસ્તુઓ એકબીજામાં સારી રીતે ભળી જશે. અંતે કપૂરનું તેલ તૈયાર થઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..