સરસિયાના તેલના ઘણાં બધાં ફાયદાઓ છે અને ઘણાં લોકો ભોજનમાં સરસિયાના તેલનો ઉપયોગ પણ કરે છે. પણ આજે અમે તમને આ તેલના ગજબના ઉપાયો જણાવીશું.
સરસિયાના તેલમાં બીટા કેરોટીન, આયર્ન, ફેટી એસિડ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો હોય છે. આ સિવાય તેમાં ઓલિક એસિડ અને લિનોલિક એસિડ જોવા મળે છે. તેમાં રહેલા ફેટી એસિડ વાળ માટે લાભદાયક છે. આ તેલ ટોનિક રૂપે કામ કરે છે. તે શરીરની કાર્યક્ષમતા વધારે છે સાથે શરીરની નબળાઈને દૂર કરે છે.
વાળ બનશે હેલ્ધી
સરસિયાના તેલમાં બીટા કેરોટીન, આયર્ન, ફેટી એસિડ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે. આ તેલથી રેગ્યુલર વાળમાં મસાજ કરવાથી વાળ જલ્દી લાંબા થાય છે અને મજબૂત બને છે.
સ્કિન માટે લાભકારી
સરસિયાના તેલમાં નારિયેળ તેલ બરાબર માત્રામાં મિક્સ કરી લો. આનાથી 5થી 10 મિનિટ સુધી આખા બોડીમાં મસાજ કરો. સ્કિન સોફ્ટ બનશે અને ચમકી ઉઠશે.
રંગ ગોરો થાય છે
સરસિયાનું તેલ, ચણાનો લોટ, દહીં અને થોડો લીંબુનો રસ મિક્સ કરી આ પેસ્ટ ચહેરા પર લગાવો. 10-15 મિનિટ બાદ ધોઈ લો. સ્કિનનો રંગ સાફ થશે અને ડાર્ક સ્પોટ દૂર થશે.
વજન ઘટાડે છે
સરસિયાના તેલમાં થાયમિન, ફોલેટ અને નિયાસિન જેવા વિટામિન્સ હોય છે. આ મેટાબોલિઝ્મ પ્રોસેસ વધારે છે. જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. જેથી ભોજનમાં સરસિયાના તેલનો ઉપયોગ કરવો.
ગઠિયા
સરસિયાના તેલમાં કપૂર પીસીને મિક્સ કરી લો. તેને ગઠિયાના દર્દવાળા ભાગે 5-10 મિનિટ માલિશ કરો. ફાયદો થશે.
કાનમાં દુખાવો
સરસિયાના તેલમાં લસણની કળીઓ નાખીને ગરમ કરી લો. નવશેકું રહે એટલે તેના થોડાં ટીપાં કાનમાં નાખો. દર્દ તરત ગાયબ થઈ જશે.
કમર દર્દ
સરસિયાના તેલમાં અજમો, લસણ અને થોડી હીંગ પીસીને મિક્સ કરી લો. આનાથી 5-10 મિનિટ કમર પર માલિશ કરો. આરામ મળશે.
કેન્સર
સરસિયાના તેલમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટી હોય છે. જે કેન્સર સામે રક્ષણ કરે છે અને બોડીમાં કેન્સર સેલ્સ બનતા રોકે છે.
દાંત દર્દ
સરસિયાના તેલમાં થોડું મીઠું મિક્સ કરો. તેનાથી દિવસમાં બેવાર દાંત પર મસાજ કરો. દાંતના દર્દથી રાહત મળશે.
અસ્થમા
સરસિયાના તેલમાં મેગ્નેશિયમ હોય છે. જે અસ્થમામાં રાહત આપે છે. દિવસમાં એકવાર એક ચમચી સરસિયાના તેલમાં એક ચમચી ખાંડ મિક્ષ કરીને પીવો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..