કોરોના કાળમાં નાની-નાની બીમારીઓથી બચવા કરો રસોડાની આ 8 વસ્તુઓનો ઉપયોગ, મળશે જબરદસ્ત ફાયદા

અત્યારે કોરોનાકાળમાં નાની નાની સમસ્યાઓ માટે ડોક્ટર પાસે દોડી જવું યોગ્ય નથી, જેથી આજે અમે તમને ઘરના મસાલાઓના એવા ફાયદા જણાવીશું, જે તમારી તકલીફો ખતમ કરી દેશે.

શું તમે જાણો છો કે કિચનમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓમાં ઔષધિય ગુણો રહેલાં હોય છે. આ મસાલાઓને તમારા ભોજનમાં કે ડેઈલી ડાયટમાં સામેલ કરશો તો તમને ઘણી હેલ્થ પ્રોબ્લેમ્સ સામે રક્ષણ મળી રહેશે. આ મસાલાઓમાં રહેલું કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ અને મેગ્નેશિયમ ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ અને બ્લડ પ્રેશર જેવા રોગોથી બચાવી પચાન સુધારે છે અને વજન કંટ્રોલમાં રાખે છે. જાણો ફાયદા.

જીરું

આ ડાઈજેશનમાં હેલ્પ કરે છે. ફેટ અને ગ્લૂકોઝને બ્રેક કરે છે. તેનાથી વેટ લોસમાં મદદ મળે છે. દાળ, શાકમાં નાખીને ખાઓ. તેની ચા બનાવીને પણ પી શકો છો.

તજ

આમાં ભરપૂર મિનરલ્સ અને ફાયબર્સ હોય છે. જે પેટ પરનું ફેટ ઓછું કરે છે. આનાથી કેલરી પર ઝડપથી બર્ન થાય છે. મધ અને તજની ચા પીવો. શાક અને સલાડમાં તજનો પાઉડર મિક્ષ કરી ખાઓ.

કાળા મરી

આમાં પાઈપરીન નામનું કમ્પાઉન્ડ હોય છે. જે મેટાબોલિઝ્મને તેજ કરે છે. જેનાથી કેલરી ઝડપથી બર્ન થાય છે. શાક, સલાડ અને સ્નેક્સમાં નાખીને ખાઓ.

આદુ

આમાં રહેલાં એન્ટીઈન્ફ્લામેટરી ગુણ સોજાની સમસ્યાને દૂર કરે છે. ફાયબર્સ ડાઈજેશન સારું રાખે છે અને ફેટ ઓછું કરે છે. આદુવાળી ચા પીવો. શાક અને ભોજનમાં આદુનો ઉપયોગ વધારો.

હળદર

આના એન્ટીઈન્ફ્લામેટરી ગુણ ફેટ ટિશ્યૂ બનવાની પ્રોસેસને ધીમી કરે છે. જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. શાક, દાળમાં હળદરનો વધુ ઉપયોગ કરો. હળદરવાળું દૂધ પીવો.

એલચી

આ મેટાબોલિઝ્મની પ્રોસેસને તેજ કરે છે અને ફેટને ઝડપથી બર્ન કરે છે. ડાઈજેશન સારું રહે છે. ભોજનમાં નાખીને ખાઓ અથવા તો ભોજન કર્યા બાદ મુખવાસ તરીકે ચાવીને ખાઓ.

વરિયાળી

આ ડાઈજેશન સારું રાખે છે. પેટ ફૂલવાની પ્રોબ્લેમ દૂર કરે છે. ભૂખ કંટ્રોલ કરે છે. ભોજનમાં નાખીને ખાઓ અથવા ભોજન કર્યા બાદ ખાઓ. વરિયાળીની ચા પણ પી શકો છો.

જાયફળ

આમાં એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે. આ ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ સિસ્ટમને મજબૂત બનાવે છે. ડાઈજેશન સુધારે છે. ભોજનમાં તેનો ઉપયોગ કરો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો