બધા મંદિરોમાં મોટા-મોટો ઘંટ ચોક્કસપણે લગાવવામાં આવતા હોય છે. મંદિરમાં ઘંટ વગાડવા પાછળ અનેક કારણો બતાવ્યા છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના બતાવ્યા પ્રમાણે જાણો દેવી-દેવતાની આરતી ઘંટ વગાડ્યા વગર પૂરી નથી થતી. મંદિરમાં બીજા વાદ્યો હોય છે છતાં પણ ઘંટનું વિશેષ મહત્વ હોય છે આજે જાણો તેની સાથે જોડાયેલી ખાસ વાતો-
1-જો કોઈ વ્યક્તિ નિયમિત રીતે આરતીના સમયે કોઈ મંદિરમાં જતો હોય તો તેની બુદ્ધિ તેજ થાય છે. ઘંટમાંથી નિકળતો અવાજ આપણા મગજ પર ઊંડી અસર કરે છે.
2- ઘંટથી નિકળતા અવાજથી વાતાવરણની સાથે જ આપણા શરીરમાં પણ િવશેષ કંપન થતું હોય છે. આ કંપનથી આપણને શક્તિ પ્રાપ્ત થાય છે. આ શક્તિથી એકાગ્રતા વધે છે, ચિંતનની ક્ષમતા વધે છે.
3-મંદિરમાં વાગતા નાના-મોટા બધા જ ઘંટનો અવાજ વાતાવરણને શુદ્ધ અને પવિત્ર બનાવે છે. વાતાવરણમાં રહેલાં સૂક્ષ્મ કિટાણું આઅવાજથી નષ્ટ પામે છે. મંદિરમાં એકલયથી ઘંટ વગાડવાથી જે ધ્વનિ નિકળે છે તે હવામાં રહેલાં કિટાણુને નષ્ટ કરી દે છે.
4- આના અવાજથી વાતાવરણમાં રહેલી નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે. આ કારણે મંદિરોની આસપાસ હકારાત્મક વાતાવરણ નિર્મિત થાય છે. .
5-માન્યતા છે કે નિયમિત રીતે આરતી કરવા અને સતત ઘંટ વગાડવાથી મંદિરમાં સ્થાપિત દેવી-દેવતાઓની મૂર્તિઓ ચૈતન્ય થાય છે. આવી મૂર્તિઓની પૂજા વધુ પ્રભાવશાળી અને શીઘ્ર ફળ પ્રદાન કરનારી હોય છે.
મંદિરમાં ઘંટ વાગે અને આરતી થાય ત્યારે મંદિરની આસપાસનો જે કોલાહલ થાય છે તે આ ઘંટારવમાં દબાઈ જાય છે અને ભક્તોનું ધ્યાન ઈશ્વરમાં સુપેરે લાગે છે.
વિજ્ઞાન કહે છે કે ઘંટ વગાડવાથી વાતાવરણમાં કંપન ઉત્પન્ન થાય છે. જેનાથી આજુબાજુના વાતાવરણમાં સ્થિત જીવાણુ નાશ પામે છે. જ્યાં સવાર-સાંજ મંદિરનો ઘંટ વગાડવામાં આવે છે ત્યાંનું વાતાવરણ શુદ્ધ રહે છે.