ગુરુ-શિષ્યની મર્યાદાની અનોખી તસવીર: જે ગુરૂએ મને ભણાવેલ તેમની સામે હું આચાર્યની ખુરશી પર ના બેસી શકુ: વાવના ભાટવરગામના આચાર્ય મુકેશભાઈ

વાવના ભાટવરગામની પ્રાથમિક શાળામાં ગુરુ શિષ્ય સાથે ફરજ બજાવતાં હોઈ આચાર્ય પોતાની ખુરશી પર બેસવાને બદલે બાજુમાં બીજી ખુરશી પર બેસી ગુરુ શિષ્યનો સંબંધ સાચવી રહ્યા હોવાની અનોખી તસ્વીર સામે આવી છે. આ પ્રાથમિક શાળામાં સામતાભાઈ પ્રજાપતિ અને તેમનો શિષ્ય મુકેશભાઈ દવે HTAT પરીક્ષા આપી હાલ આચાર્ય તરીકે ફરજ બજાવે છે. મુકેશભાઈ દવે આચાર્ય હોવા છતાં આચાર્યની ખુરશી પર બેસતા નથી અને બાજુમાં બીજી સાદી ખુરશી પર બેસે છે. આમ ગુરુ શિષ્યના આદર ભાવને લઈ આજે પણ શાળાની ઓફિસમાં આચાર્યની ખુરશી ખાલી રહે છેે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આ અંગે આચાર્યે મુકેશભાઈ દવેએ જણાવ્યું હતું કે “હું આ શાળાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છું.મને ભણાવેલ મારા ગુરુજી આ શાળામાં નોકરી કરે છે. તેથી તેમની સામે હું આચાર્યની ખુરશી પર ન બેસી શકું. માટે બાજુમાં બીજી સાદી ખુરશીમાં પર બેસી ફરજ બજાવી રહ્યો છું. જ્યારે તેમના ગુરુ સામતાભાઈ પ્રજાપતિને પૂછ્યું કે તમારા માટે તમારા શિષ્યે ખુરશી ખાલી રાખી છે તેમાં તમે બેસો તો તેઓએ જણાવ્યું કે “આચાર્ય મહેશભાઈ દવે મારા શિષ્ય ખરી પણ હાલ તેઓ મારા આચાર્ય છે. એ મારા સાહેબ કહેવાય હું એમની ખુરશી પર ન બેસી શકું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો