મહાનગર અમદાવાદ કોર્પોરેશન તંત્ર પોતાના અણઘડ વહીવટ માટે કાળો ડાઘ ધરાવે છે. મસમોટા આયોજનના નામે થતા વિકાસ પાછળ કોઈ તર્ક જ લગાવતા હોય એવું ચિત્ર અનેક વખત સામે આવ્યું છે. હવે આ જ તંત્રનો આવો વધુ જ એક કિસ્સો સામે આવ્યો છે. આવા મોટા આયોજનમાં પ્રોજેક્ટના કામની રકમમાં પાછળથી કરોડો રૂપિયાનો વધારો કરી લાગતાવળગતા કોન્ટ્રાક્ટરને કમાવી દેવાનો કારસો છતો થયો છે.
કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવામાં આવ્યો એવા તો રોડ રસ્તાના અનેક એવા કામ છે. પણ હવે અંડરબ્રીજના કામમાં પણ સાચવી લેવાની નીતિ ઉઘાડી પડી ગઈ છે. જેમાં વધુ એક ઉમેરો ચેનપુર ફાટક પાસે થયેલા કામમાં થયો છે. મહાનગર અમદાવાદના ચેનપુર એરિયામાં રેલવે ઓવરબ્રિજનું કામજાણીતા કોન્ટ્રાક્ટરને અપાયું હતું. જેમાં પછીથી રકમ રૂ. 1.25 કરોડનો વધારો અને સમયમર્યાદા વધારવાની મોટા પ્રોજેક્ટની આવી દરખાસ્ત રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈએ મંજૂર કરી દીધી છે. કોર્પોરેશનના અણઘડ વહીવટનો વધુ એક નમૂનો જાહેર થતા શહેરમાં પ્રોજેક્ટ અંગેની મોટી ચર્ચાઓ થઈ રહી છે.
બે વર્ષ પહેલા વર્ષ 2020માં ચેનપુર ફાટક પાસે અંડરબ્રીજ બનાવવા જગ્યા મંજૂર થઈ હતી અને કામ જે તે કોન્ટ્રાક્ટરને સોંપાયું હતું. આ સહજ પ્રોજેક્ટસને મોટો એપ્રોચ બનાવવાનું કામ સોંપાયું. જેમાં નજીકમાંથી પસાર થતી રેલવેલાઈનની નીચે એક મોટું બોક્સ તૈયાર કરી લીંક કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. પરંતુ ટી.પી.રોડ જેની ખરેખર જરૂરિયાત હોય છે એ ખોલવામાં ન આવ્યો. અહીં રોડ માટેની જમીન ખાનગી માલિકીની ખેડૂતની રહી હતી. જેને પઝેશન એસ્ટેટ વિભાગ તરફથી મેળવવા માટે મોટી કામગીરી કરવામાં આવી હતી.
જેમાં સૌથી પહેલા કામ મંજૂર કરી અને પાછળથી જમીનનું પઝેશન મેળવવાના આયોજનથી જે રસ્તો તૈયાર થવો જોઈએ એ બે વર્ષ સુધી કોઈ રીતે તૈયાર થયો નથી. અંડરબ્રીજ બે વર્ષ સુધી તૈયાર ન થતા આસપાસના વિસ્તારના લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. જ્યારે કોન્ટ્રાક્ટરને ઠપકો આપવાના બદલે રૂ. 1.25 કરોડનો સીધો ભાવ વધારો આપી દેવામાં આવ્યો છે. આ જ વિષય પર કોર્પોરેશનના રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈએ કહ્યું કે, વર્ષ 2020માં ચેનપુર રેલવે ફાટક પાસે રેલવે અન્ડર બ્રિજ બનાવવા માટે કામ મંજૂર કરવામાં આવ્યું હતું. પરંતુ ખેડૂત પાસેથી જમીન પઝેશન મેળવવામાં ટીપી રોડ માટે વાર લાગી હતી. બીજા બધા પર એલસીનું કામ પૂરું છે. આ કામ વધતા આશરે રૂ. 1.50 કરોડ વધારે ચૂકવવા અંગેની દરખાસ્ત આજે મંજૂર કરવામા આવી છે. હવે ચર્ચા એવી છે કે, જ્યાં કામ પૂર્ણ થયું નથી અને મોડું થયું હોવા છતા વધારા પૈસા આપીને કોન્ટ્રાક્ટરને સાચવી લેવાનો પ્લાન છે?
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..