સફેદ વાળથી છૂટકારો જોઈએ છે તો આ છે સસ્તા અને ઘરેલૂ ઉપાયો, જાણો અને શેર કરો

આજકાલની ફાસ્ટ લાઈફમાં લોકોને સ્કીન અને હેર સંબંધી અનેક સમસ્યાઓ જોવા મળે છે. આ સાથે જ પ્રદૂષણ અને ખાવા પીવાની ખરાબ આદતોના કારણે તેઓ સ્ટ્રેસ પણ અનુભવે છે. આ સ્ટ્રેસના કારણે તેઓ નાની ઉંમરે જ સફેદ વાળની સમસ્યામાં પણ ફસાઈ જાય છે.

કેમિકલ્સ કરે છે વાળને નુકસાન
માનસિક તણાવ અને અનહેલ્ધી લાઈફના કારણે સફેદ વાળને લઈને વ્યક્તિઓ શરમ પણ અનુભવે છે. આ સાથે અનેક વાર તમે તેને કલર કરો છો તો તે કલરમાં રહેલા કેમિકલ્સના કારણે તમને નુકસાન થવાની સાથે સાથે બીમારીઓનો ભય પણ રહે છે. જો તમે સફેદ વાળથી પરેશાન રહો છો તો આ ન્યૂઝ તમારા માટે કામના છે.

ઘરેલૂ ઉપાયો કરશે તમારી મદદ
તમે ઓછા ખર્ચે સરળતાથી તમારા વાળને કાળા, સિલ્કી અને ગ્રોથમાં પણ સારા રાખી શકો છો. તો આ સાથે તેનાથી તમારા વાળ ફરીથી કાળા પણ થશે. તો જાણો કયા છે આ ખાસ ઉપાયો વિશે પણ.

દહીં
તમે દહીં અને ટામેટાને એક સાથે ક્રશ કરી લો. તેમાં થોડું લીંબુ મિક્સ કરો અને નીલગીરીનું તેલ પણ ભેળવી લો. આ બધાને સારી રીતે મિક્સ કરીને તેનાથી વાળની માલિશ કરો. આવું અઠવાડિયામાં તમે 2-3 વાર કરી શકો છો. તેનાથી તમારા વાળ પણ મજબૂત બને છે.

આદુ અને મધ
આદુને પીસીને મધની સાથે મિક્સ કરો. આ પેસ્ટને અઠવાડિયામાં 2 વાર વાળમાં લગાવો. તમને લાભ થશે. તેની કોઈ સાઈડ ઈફેક્ટ થવાનો ડર પણ રહેશે નહીં.

નારિયેળ તેલ અને કપૂર
નારિયેળનું તેલ કે જૈતૂનનું તેલ સામાન્ય ગરમ કરો અને તેમાં 4 ગ્રામ કપૂર મિક્સ કરો. જ્યારે કપૂર અને તેલ સારી રીતે મિક્સ થાય તો તેને માથામાં માલિશ કરો.

દૂધી અને નારિયેળનું તેલ
વાળને કાળા કરવાનો આ ખાસ નુસખો છે. દૂધીને નારિયેળ તેલને ઉકાળી લો અને પછી આ તેલને ગાળી લો. હવે તેનાથી જ તમારા માથામાં સ્કલ્પમાં માલિશ કરો. સફેદ વાળની સમસ્યાથી રાહત મળશે.

આમળાનો કરો ઉપયોગ
આમળા વાળની દેખરેખ માટે સારા છે. તેના માટે તમે સૂકા આમળાને પાણીમાં ઉકાળી લો અને ત્યાં સુધી ગરમ કરો. જ્યાં સુધી પાણી અડધું ન થાય, હવે આ પાણીમાં મહેંદી અને લીંબુનો રસ મિક્સ કરીને તેને વાળ પર લગાવો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો