દિવાળી નજીક આવી રહી છે અને તમે તમારા ચહેરાની સુંદરતા માટે અનેક ઉપાય કરો છો. જેના માટે તમે બ્યુટી પાર્લરમાં જાઓ છો. મોંઘામાં મોંધી બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો છો. એવામાં આજે અમે તમારા માટે કેટલાક ઘરેલું ઉપાય લઇને આવ્યા છીએ. જેનાથી તમે તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવી શકશો. તો આવો જોઇએ કેટલાક ઘરગથ્થુ ઉપાય જેની મદદથી ત્વચા ગોરી થઇ જશે.
– જેના ટામેટા અને લીંબુ લઇ લો આ બન્નેને મિક્સ કરીને તેનો ફેસ પેક તૈયાર કરી લો. આ પેકને તમે ચહેરા પર લગાવો. સૂકાઇ જાય તે બાદ તેને સાદા પાણીથી ધોઇ લો. તમારા ચહેરામાં ચમક આવી જશે.
– જો તમારી ત્વચા ઓઇલી છે તો તમે નારંગીની છાલથી સ્કિન પર ગ્લો લાવી શકો છો. નારંગીની છાલ ત્વચા માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. જેના માટે સૌથી પહેલા છાલને સૂકવી દો અને બાદમાં તેને પીસી લો. તેમા બ્રાઉન સુગર પાવડર ઉમેરીને ગુલાબજળના ટીંપા ઉમેરી લો. હવે આ મિશ્રણને ચહેરા પર લગાવીને સર્કુલર મોશનમાં સ્ક્રબ કરો. બાદમાં ચહેરાને પાણીથી ધોઇ લો. તમને થોડાક દિવસમાં ફરક જોવા મળશે.
– ત્વચા કાળી પડી ગઇ છે તો તેના માટે ચંદન પાવડર ખૂબ અસરકારક માનવામાં આવે છે. અડધી ચમચી ચંદન પાવડર લઇને તેમા ચપટી હળદર ઉમેરી 4 ટીંપા બદામના તેલ ઉમેરો. તે બાદ આ મિશ્રણને ચહેરા પર લગાવો. જેનાથી ચહેરાને પૂરતુ પોષણ મળશે અને ચહેરા પરથી ડાર્ક સ્પોટ રિમૂવ થશે. સાથે ચહેરાના રંગમાં બદલાવ આવશે.
– વર્ષોથી ચાલતો દેશી ઉપાય પણ તમે અજમાવી શકો છો. જેના માટે ચણાના લોટમાં દહીંનો ઉપયોગ કરી શકો છો. ચણાનો લોટ, હળદર અને દહીંનું મિશ્રણ બનાવી લો. આ મિશ્રણને ચહેરા પર લગાવીને સ્ક્રબ કરો. 15 મિનિટ સૂકાવવા દો બાદમાં પાણીથી તેને ધોઇ લો. તેનાથી પોર્સ અંદરથી સાફ થઇ જશે અને ચહેરો ગોરો થઇ જશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..