મોડાસામાં ઇલેક્ટ્રિક બાઈકમાં બેટરી બ્લાસ્ટ થતાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે. જેમાં ફાયર ફાઈટરની મદદ લઇ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો છે. તથા મોડાસામાં ઇલેક્ટ્રિક બાઈકમાં બેટરી બ્લાસ્ટ થવાથી હવે લોકોમાં બેટરીના વ્હિકલ બાબતે શંકા જાગી છે.
ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાના બનાવો ઓછા બને છે
ઇલેક્ટ્રિક બાઈકમાં બેટરી બ્લાસ્ટ થવાના બનાવથી લોકોમાં ભયનો માહોલ છે. મંગળવારે સવારે અચાનક ઇલેક્ટ્રિક બાઈકની બેટરી બ્લાસ્ટ થઈ ગઈ હતી. જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવને પગલે તાબડતોબ મોડાસા નગરપાલિકાનું ફાયર ફાઈટર મંગાવવામાં આવ્યું હતુ. જેમાં ફાયર ફાઇટરે તાત્કાલિક આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. સામાન્ય રીતે ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાના બનાવો ઓછા બને છે.
ઇલેક્ટ્રિક બાઈકમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો
ઉલ્લેખનિય છે પેટ્રોલ અને ડીઝલ વાહનોની સરખામણી ઇલેક્ટ્રિક વાહનો સલામત માનવામાં આવે છે. પરંતુ મોડાસામાં ઇલેક્ટ્રિક બાઈકની બેટરી બ્લાસ્ટ થવાના બનાવે લોકોમાં ભય છવાયો છે. જેમાં ફાયર ફાઈટર દ્વારા ઇલેક્ટ્રિક બાઈકમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ બનાવ મધુવન સોસાયટીમાં બન્યો છે.
જેમાં સવારે કોઇ વ્યક્તિને ઇજા થઇ હોય તેવા સમાચાર હજુ સુધી મળ્યા નથી. પણ લોકમુખે ચર્ચા છે કે જો કોઇ આ વાહન ચલાવતુ હોત તો શું થાત. તથા કોઇ બાળક આ વાહનની આસપાસ હોત તો મોટી હાની થઇ જાત. પણ સદનસિબે ઇલેક્ટ્રિક બાઈકમાં બેટરી બ્લાસ્ટ થતાં મોડાસા ફાયર ટીમ દ્વારા આગ કાબુમાં લેવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..