સુરેન્દ્રનગરના વિદ્યાર્થીઓએ ભંગારમાંથી લીધેલી કારમાં બેટરી, કંટ્રોલર ફિટ કરી ઇલેક્ટ્રિક કાર બનાવી, 2 કલાકના ચાર્જિંગથી 30 કિમી ચાલે

સુરેન્દ્રનગર સી.યુ.શાહ યુનિવર્સટીમાં ઇલેક્ટ્રિકલ એન્જિનરિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ભંગારમાંથી કાર લાવી એમાં બેટરી, કન્ટ્રોલર સહિતની વસ્તુઓનો ઉપયોગ કરી ઇલેક્ટ્રિક કારનું નિર્માણ કર્યું છે. અંદાજે 50 હજારનો ખર્ચ અને 6 માસની મહેનત બાદ તૈયાર થયેલી કાર એકવાર બેટરી ચાર્જ કર્યા બાદ 30 કિલોમીટર સુધી ચાલે છે.

સુરેન્દ્રનગર સી.યુ.શાહ યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા આકાશ જાદવ, નવદીપ ડોડિયા, ધાર્મિક પાટડિયા, કૃણાલ રાવલે ગાઇડ ભાવેશ રાવલના માર્ગદર્શન હેઠળ ભંગારમાં જતી કારનું ઇલેક્ટ્રિક કારમાં નિર્માણ કર્યું છે. વિદ્યાર્થીઓે અભ્યાસમાં આવતા પ્રોજેક્ટ અંતર્ગત આ કારનું નિર્માણ કર્યું હતું. જેમાં ભંગારમાંથી એક જુની કાર ખરીદી હતી અને તેમાં બેટરી, કન્ટ્રોલર સહિતની વસ્તુઓ ઉમેરી અંદાજે 6 માસની મહેનત બાદ પેટ્રોલ કે ડિઝલના બદલે ઇલેક્ટ્રિકથી ચાલતી કારનું નિર્માણ કર્યું હતું.

આ કારની બેટરી એક વાર ચાર્જ કર્યા બાદ અંદાજે 30 કિમી સુધી ચાલે છે. અને તેની મહત્તમ સ્પીડ 30 થી 35 કિમી કલાકની છે. બેટરીને ચાર્જ કરવામાં અંદાજે બે કલાકનો સમય લાગે છે. આ અંગે વિધાર્થીઓના ગાઇડ ભાવેશભાઇ રાવલે જણાવ્યું હતું કે આ ટેકનોલોજીથી ભંગારમાં જતી કારને ઓછી કિંમતે ઇલેક્ટ્રિક વ્હીકલ તરીકે ડેવલપ કરવાનું શક્ય બનશે. જેથી પેટ્રોલ અને ડીઝલથી થતા પ્રદૂષણમાંથી પણ મુક્તિ મળશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો