વડ અનેક રોગોનું ઉત્તમ ઔષધ છે, ‘વડ’ ના 60 ઉપાયો વિશે જાણો અને શેર કરો

વડનાં બધાં અંગો ઔષધરૂપે વપરાય છે. સંસ્કૃતમાં વડને વટ, ન્યગ્રોધ કે બહુપાદ કહે છે. વડ શીતળ, ભારે, ગ્રાહી, મળને બાંધનાર, વર્ણને સારો કરનાર અને તુરા રસને કારણે કફ, પિત્ત, વ્રણ-ઘા, રતવા, દાહ તથા ગર્ભાશય તથા યોનિરોગોનો નાશ કરે છે. વડની છાલ, પાન, વડવાઈ, ટેટા, દૂધ અને પાનના અંકુર ઔષધમાં ઉપયોગી છે. વડનું દૂધ વેદના-પીડા મટાડનાર અને વ્રણ રુઝવનાર છે. વડનાં કોમળ પાન કફનાશક અને છાલ મળને રોકનાર છે.

અતિસાર-પાતળા ઝાડામાં વડની કોમળ વડવાઈઓ ચોખાના ઓસામણમાં સારી રીતે વાટી-લસોટી સાકર નાખી બે ચમચી માત્રામાં સવારે, બપોરે અને રાત્રે લેવાથી અતિસાર મટી જાય છે. મળ સાથે ઝાડામાં લોહી પડતું હોય-રક્તાતિસાર હોય તો તે પણ મટી જાય છે.

મૂત્રમાર્ગના રક્તસાવમાં પણ આ ઉપચાર સારું પરિણામ આપે છે.

વડનાં પાકાં લાલ ફળ(ટેટા) બીજ સહિત ખાવાથી સારી શક્તિ મળે છે.

હાડકું વધ્યયું હોય, રસોળી વધી હોય તો વડનું દૂધ, કઠ(ઉપલેટ) અને સિંધવ ચોપડી ઉપર વડની છાલ મૂકી પાટી બાંધી રાખવો. ૧૦થી ૧૫ દિવસમાં વધેલું હાડકું બેસી જશે. ગાંઠ હશે તો ઓગળી જશે.

વડની કોમળ ટીશીઓ-નવા અંકુર અને મસૂરની દાળ દૂધમાં ખૂબ લસોટી-વાટીને લગાવવાથી મોં પરના કાળા ડાઘ મટે છે.

વડની ટીશીઓ રોજ ગાયના દૂધમાં લસોટી પીવાથી સ્ત્રીને ગર્ભસ્થાપન થાય છે. આ પ્રયોગ પુષ્ય નક્ષત્રમાં કરવો હિતાવહ છે. વડની ટીશીઓ ઉત્તમ ગર્ભસ્થાપન છે. વારંવાર કસુવાવડ થતી હોય, ગર્ભ સૂકાઈ જતો હોય તેમણે આ ઉપચાર કરવો.

સડેલા દાંતોમાં વડનું દૂધ મૂકવાથી સખત દુ:ખાવો પણ શાંત થાય છે.
કમરના અને ઘૂંટણના દુ:ખાવા ઉપર વડનું દૂધ લગાડવાથી ખૂબ રાહત થાય છે.

વડના પાનનો રસ કાઢી પાણીમાં મેળવી પીવાથી ઊલટી મટે છે. ઊલટીમાં લોહી પડતું હોય તે પણ આ પ્રયોગથી મટે છે.

વધુ પડતા ઝાડા થતા હોય, મરડો મટતો જ ન હોય તો વડની છાલનો ઉકાળો પીવો. જરૂર પડે તો તેમાં શેકેલા ઈન્દ્રજવનું ચૂર્ણ નાખવું
દરેક જાતનો પ્રમેહ વડની છાલના ઉકાળાથી મટે છે.

ડાયાબીટીસના રોગીએ વડની છાલનું ૧ ચમચી બારીક ચૂર્ણ રાત્રે પાણીમાં પલાળી રાખવું. સવારે તેને ગાળીને પી જવું. તેનાથી પેશાબમાં અને લોહીમાં ખાંડ ઓછી થાય છે.

પેશાબમાં વીર્ય જતું હોય, પેશાબ કર્યા પછી ચીકણો પદાર્થ નીકળતો હોય તો વડની કૂણી કુંપળો અને વડવાઈનો અગ્ર ભાગ સૂકવી ચૂર્ણ બનાવી સેવન કરવાથી લાભ થાય છે.

વડના તાજા અંકુરો પાણી સાથે પીસી ચટણી બનાવી ખાવાથી જે બહેનોને કોઠે રતવા હશે, વારંવાર ગર્ભપાત થઈ જતો હશે, શરીરની ગરમીને લઈ ગર્ભ ધારણ જ ન થઈ શકતો હશે તે દરેક અવસ્થામાં લાભ થશે અને ગર્ભધારણની શકયતા વધી જશે. પ્રસૂતા પણ જો વડાંકુરોની ચટણીનું નિયમિત સેવન કરે તો તેના ગર્ભને ઉત્તમ પોષણ મળે છે, અને ગર્ભની વૃદ્ધિ સારી રીતે થાય છે.

વડના ટેટાનું ચૂર્ણ સ્ત્રી-પુરુષ બંને નિયમિત સેવન કરે તો ગર્ભધારણની શકયતા વધે છે. સ્ત્રીનાં પ્રજનનાંગોની ગરમી દૂર થઈ તે ગર્ભધારણ માટે સક્ષમ બને છે.

પેટની અને આંતરડાંની ગરમી દૂર કરવા માટે વડની છાલનો ઉકાળો ઉપયોગી છે.

શરીરમાં બળતરા થતી હોય તો વડના દૂધમાં સાકર મેળવી સેવન કરવું. તે પિત્તપ્રકોપ શાંત કરશે. આંખની બળતરા, હાથપગના તળિયાની બળતરા, પેશાબની બળતરા, પેટની બળતરા વગેરે બધામાં તે ઉપયોગી થશે.

લોહીબગાડમાં, વારંવાર ચામડીના રોગો થતા હોય તેમાં વડના નાના કૂણા પાનનો ઉકાળો કરીને પીવાથી લોહી શુદ્ધ થાય છે અને ચામડીના રોગો મટે છે.

તમામ જાતની અશક્તિમાં વડનું દૂધ આપી શકાય. કામ કરતાં થાકી જવાય, સ્કૃતિનો અભાવ હોય, શરીરમાં નબળાઈ વતતી હોય ત્યારે વડનું દૂધ પતાસામાં આપવું.

હૃદય નબળું પડી ગયું હોય, મગજ બરાબર કામ કરતું ન હોય, શરીર નંખાઈ ગયું હોય ત્યારે પણ વડનું દૂધ પતાસામાં સેવન કરવાથી લાભ થાય છે.

વડના લીલા પાનને પાણીમાં પીસી ચટણી બનાવી ખાવામાં આવે તો પેશાબમાં પડતું લોહી અટકે છે.

પેશાબમાં ધાતુ જતી હોય તો વડના મૂળની છાલનો ઉકાળો બનાવી પીવો.
ભેસના તાજા દૂધમાં વડનું થોડું દૂધ નાખી તેને બીજા પાત્રમાં રેડીને ઉકાળવું. આ દૂધના સેવનથી પ્રમેહ રોગ મટે છે.

દાંત દુ:ખતા હોય, હલતા હોય, પેઢામાંથી પરુ નીકળતું હોય એટલે કે પાયોરિયા થયો હોય તો વડનું દાતણ કરવું. વડના દાતણનો કૂચો કરી દાંત અને પેઢા ઉપર ખૂબ ઘસવું લાંબો સમય વડનું દાતણ ચાવ્યા કરવું. આવી સ્થિતિમાં વડવાઈનું દાતણ પણ ખૂબ ચાવીને કરવું તથા પેઢા પર ઘસવું. વડના મૂળની છાલ, તેનાં પાન કે વડવાઈનો ઉકાળો બનાવીને મોંમાં ભરી રાખવો.

ઝાડામાં લોહી પડતું હોય તો વડની છાલનો ઉકાળો લેવો. કૃણી વડવાઈઓ કે કૃણા પાનનો ઉકાળો કરીને પીવાથી પણ ફાયદો થાય છે.
હરસમાં લોહી પડતું હોય, નસકોરી ફૂટતી હોય કે મોંમાંથી લોહી પડતું હોય તો વડની છાલ, કૂણાં પાન, કૂણી કૂંપણોનો ઊકાળો પીવાથી લાભ થાય છે.

વડના ટેટાનું શાક કે અથાણું પૌષ્ટિક છે.

પેટમાં કૃમિ હોય તો વડવાઈના કૂમળા અંકુરનો ઉકાળો કરીને પીવો.
પેશાબ ઓછો આવતો હોય, બળતરા સાથે આવતો હોય, અટકી અટકીને આવતો હોય તો વડના સૂકાં પાદડાંનો ઉકાળો પીવો.

પરસેવો ઓછો આવતો હોય, વાસ મારતો આવતો હોય, પરસેવાના પીળા ડાઘા કપડા પર રહી જતા હોય તો વડના પાકેલાં પીળાં પાંદડાંનો ઉકાળો કરીને પીવો.

તાવનો રોગી અસ્વસ્થ હોય, શરીર કળતું હોય, બળતું હોય, આંખો બળતી હોય, માથું દુ:ખતું હોય ત્યારે વડના પાનનો ઉકાળો કરીને પાવાથી રાહત થશે.

વડની સૂકી છાલના ચૂર્ણમાં સમભાગે સાકર મેળવી સવાર-સાંજ દૂધ સાથે ૧-૧ ચમચી લેવાથી શક્તિ અને પોષણ મળે છે.

વધારે પડતી ઊંઘ આવતી હોય તો વડના પાનનો ઉકાળો પીવો.

મોં આવી ગયું હોય, મોંમાં ચાંદાં પડયાં હોય, કાંઈ પણ ખાતાં મોંમાં બળતરા થતી હોય તો વડની છાલનો ઉકાળો મોંમાં ભરી રાખવો.

મુખપાકની સ્થિતિમાં વડનું કે વડવાઈનું દાતણ કરવાથી પણ લાભ થાય છે.

આંખમાં ફુલુ પડયું હોય તો વડના દૂધમાં મધ કે કપૂર ઘૂંટી આંજણ જેવું બનાવી આંખમાં આંજવું

ધા રુઝવવા, ઘાનો પાક રોકવા માટે ધાને વડની છાલના ઉકાળાથી ધોઈ, વડની છાલનું ચૂર્ણ ઘામાં ભરી પાટો બાંધવો. ઘામાં જીવાત પડી જાય, પરુ સાથે કૃમિ પણ થઈ જાય તો વડના દૂધને ઘામાં ભરી પાટી બાંધવો. દિવસમાં બેત્રણ વાર આ રીતે ઘા ધોઈ વડનું દૂધ ભરવું.

ચામડીનો રોગ હોય, શરીરે ખંજવાળ આવતી હોય તો વડની છાલના ઉકાળાથી સ્નાન કરવું.

હરસમાં લોહી પડતું હોય તો વડના સૂકાં પાનની રાખ માખણમાં કાલવી મળમાર્ગમાં લેપ કરવો.

ખીલના કાળા ડાઘ વડના દૂધને મસૂરની દાળમાં પીસી લેપ કરવાથી મટે છે.

પગના વાઢિયા-પગના ચીરામાં વડનું દૂધ ભરવાથી મટે છે.
શ્વેતપ્રદરના રોગીને વડની છાલના ઉકાળાનો ડૂશ આપવો.

લોહીવામાં વડની છાલના ચૂર્ણની સ્વચ્છ કપડામાં પોટલી બનાવી યોનિમાં મૂકવી.

ગરમીના દિવસોમાં માથે ઠંડક રહે, લૂ ન લાગે, માથું તાપી ન જાય તે માટે વડનાં મોટાં પાન માથા પર મૂકી ટોપી, હેટ, સ્કાફ કે હેલમેટ મૂકવી. સૂર્ય ગમે તેટલો તપતો હશે તો પણ માથે ઠંડક રહેશે.

આંખો સૂજી જાય, લાલ થઈ જાય, બળે, તેમાં ખટકો થાય તો વડની છાલના ઉકાળાથી આંખો ધોઈ આંખમાં વડના દૂધનાં ટીપાં મૂકવાં.

સંધિવાનો સોજો હોય કે આમવાતનો સોજો હોય તેના ઉપર વડનું દૂધ લગાડવાથી આરામ થાય છે.

ગરમીથી માથું દુ:ખતું હોય તો કપાળ ઉપર વડનું દૂધ લગાવવાથી માથાનો દુ:ખાવો મટે છે.

સ્તન ઢીલા અને પોચા પડી ગયા હોય તો વડવાઈ પાણીમાં પીસી સ્તન ઉપર જાડો લેપ કરવો.

પ્રસૂતા સ્ત્રીને સ્તનપાક થાય, સ્તનમાં ગાંઠો પડે તો વડના દૂધમાં કઠ(ઉપલેટ)નું ચૂર્ણ મેળવી લેપ કરવો.

ધાવણ ઓછું આવતું હોય તો સ્તન ઉપર વડના દૂધ અને વડવાઈની કૂણી કુંપણ પીસી લેપ કરવો.

કાનમાંથી પરુ વહેતું હોય અને તે મટતું જ ન હોય તો કાનમાં વડના દૂધનાં ટીપાં નાખવાં.

વીંછી કરડે, ઉદર કરડે, મધમાખી કરડે, કોઈ જીવજતુ કરડે અને સોજો આવી જાય, બળતરા થાય, દુ:ખાવો થાય ત્યારે દંશસ્થાને વડનું દૂધ લગાવવું.

ઝાડા સાથે લોહી પડતું હોય તો વડવાઈનો અગ્ર ભાગ અને તાજી કુંપળો પીસીને દૂધમાં ઉકાળી તેનું સેવન કરવું

ઝાડામાં વધુ પડતું લોહી પડતું હોય તો વડની કૂણી વડવાઈને વાટીને પાણીમાં પલાળી રાખવી. બીજે દિવસે તેને ઉકાળવી. તેમાં ચોથા ભાગનું ધી અને આઠમા ભાગે સાકર ઉમેરી ધી પકવવું. ધી પાકી જાય ત્યારે મધ સાથે સેવન કરવું.

ઊડાં ઘારાં પડયાં હોય, કેમે કરી રુઝાતાં ન હોય, તેમાંથી પરુ નીકળતું હોય તો ઘારાને સાફ કરી વડનાં કૂણાં પાનને લસોટી ખૂબ ઝીણી બનાવેલી ચટણી ઘારામાં ભરી પાટી બાંધવો.

સગર્ભા સ્ત્રીનો ગર્ભ બહુ ફરતો હોય તો વડની છાલનો ઉકાળો દૂધ સાથે પીવો.

વાતાવરણની શુદ્ધિ માટે એટલે કે ઘરમાંથી જીવજતુઓનો નાશ કરવા વડની છાલનો હોમ કરવો.

વંધ્યા મહિલાને ગર્ભસ્થાપન માટે વડની કુંપળોનો ઉકાળો દૂધ સાથે પાવો. અથવા કૂણી કુંપળો કે વડવાઈની તાજી કૂંપળો દૂધમાં લસોટી નસ્ય આપવું.

પુશકળ ઝાડા થતા હોય તો વડનાં કોમળ પાન ખૂબ લસોટી અડધો કપ રસ કાઢવો. રસથી બમણી છાસમાં સવાર-સાંજ પીવાથી ઝાડા મટી જાય છે. રસ તાજે તાજો જ વાપરવો.

વડની વડવાઈનું દાતણ કરવાથી હાલતા દાંત મજબૂત થાય છે.
વડનું દૂધ લગાડવાથી ખરજવું મટી જાય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો