ભરૂચ શહેરના હાથીખાના વિસ્તારમાં ‘મંદિર વેચવાનું છે’, ‘મકાન વેચવાનું છે’ના લખાણવાળા બેનર લાગતા ચકચાર મચી છે. હાથીખાના વિસ્તારમાં અશાંતધારો અમલમાં હોવા છતા તેનું અમલીકરણ ના થતું હોવાનો સ્થાનિક લોકોનો આક્ષેપ છે. કાયદાને બાજુ પર રાખી વિધર્મીઓને મિલ્કત વેચી નખાતી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. તો બીજી તરફ તંત્ર અશાંતધારાની SOPનું ચુસ્ત પાલન થઈ રહ્યો હોવાનો દાવો કરી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
અશાંતધારાનો અમલ ના થતો હોવાનો આક્ષેપ
ભરૂચના હાથીખાના વિસ્તારમાં અશાંતધારો લાગુ હોવા છતા તેનો અમલ કરવામા ના આવતો હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે. જેના વિરોધમાં સ્થાનિક લોકોએ પોતાના ઘર અને મંદિર પર વેચાણ કરવાનું હોવાના બેનર લગાવી નવતર વિરોધ દર્શાવ્યો છે.
અશાંતધારાના કારણે મિલ્કત ટ્રાન્સફર પર નિયંત્રણ આવે છે
અશાંતધારાના કાયદા મુજબ જે વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવામા આવે તે વિસ્તારમાં મિલ્કતના ખરીદ-વેચાણ પર નિયંત્રણ આવી જાય છે. આ વિસ્તારમાં મિલ્કતના ખરીદ-વેચાણ પહેલા કલેકટરની પૂર્વ મંજૂરી લેવાની રહે છે. મંજૂરી મળ્યા બાદ મિલ્કતને ટ્રાન્સફર કરી શકાતી હોય છે. જ્યાં બે કોમો વચ્ચે તણાવ સર્જાતા હોઈ અને મિલકત ખરીદી-વેચાણને લઈને કોઈ કોમનું વર્ચસ્વ વધવા લાગે ત્યારે આ ધારો લાગુ કરવામાં આવતો હોઈ છે ત્યારે ભરૂચના પણ 40થી વધુ વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે, જે પૈકી હાથીખાના બજાર વિસ્તારમાં લાગુ કરાયેલ છે.
અશાંતધારાની SOPનો ચુસ્ત અમલ કરાઈ રહ્યો છે- SDM
હાથીખાના વિસ્તારમાં સ્થાનિક લોકોના આક્ષેપો બાદ પ્રાંત અધિકારી એન.આર. પ્રજાપતિએ કહ્યું હતું કે, ભરૂચના જે વિસ્તારમાં અશાંતધારાનો અમલ થઈ રહ્યો છે તે વિસ્તારમાં અશાંતધારાની SOPનો કડક અમલ કરવામા આવી રહ્યો છે. આ વિસ્તારમાં જ્યારે મિલ્કતના ખરીદ-વેચાણની અરજી આવે ત્યારે સ્થાનિક ડીવાયએસપીના અભિપ્રાય બાદ જ મંજૂરી આપવામા આવતી હોય છે. મિલ્કતના ખરીદ વેચાણ પહેલા પાડોશમાં રહેતા લોકોના નિવેદન પણ લેવામા આવતા હોય છે. નિયમ વિરુદ્ધ એક મિલ્કતનું વેચાણ થયાનું તંત્રના ધ્યાન પર આવતા તે મિલ્કતનો સોદો રદબાતલ કરવાની કાર્યવાહી ચાલુ હોવાની વાત કરી હતી.
વલસાડ જિલ્લા હિન્દુ યુવા વાહિની દ્વારા આવેદનપત્ર પાઠવાયું
વલસાડ જિલ્લા હિન્દૂ યુવા વાહિની દ્વારા વલસાડ જિલ્લા કલેક્ટરને એક રજૂઆત કરીને ભરૂચ શહેરમાં આવેલા સોની ફળીયા અને આજુબાજુના વિસ્તારોમાં અશાંતધારાનો અમલ હોવા છતા મકાનોની ગેરકાયદે રીતે ખરીદ વેચાણ થતું હોવાની રજૂઆત કરવામા આવી છે. આ ના થાય તે માટે અશાંતધારાનો ચુસ્ત અમલ કરવાની માગ કરવામા આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..