કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં (Bangalore) 9 મહિનાના બાળકની હત્યા અને પરિવારના ચાર સભ્યોની કથિત આત્મહત્યાના (family suicide at home) ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પાંચ દિવસથી મૃતદેહો સાથે ઘરમાં રહેતી સગીર છોકરીને (minor girl found) પોલીસે ઘરની બહાર કાઢી છે.
શુક્રવારે રાત્રે, બ્યાદરહલ્લી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરની અંદર પાંચ મૃતદેહો મળી આવ્યા હતા, જ્યાંથી પોલીસે પ્રેક્ષા નામની અઢી વર્ષની બાળકીને બહાર કાઢી હતી. તે લગભગ બેભાન હાલતમાં મળી આવી હતી. બળકી તે જ ઘરમાં હતી જ્યાં આ ભયાનક ઘટના બની હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
સ્થાનિક પત્રકાર એચ. શંકર પોતાના પરિવાર સાથે આ ઘરમાં રહેતા હતા. ઘટના સમયે તે ઘરની બહાર હતા. આ ચોંકાવનારી ઘટનામાં શંકરની બે પુત્રીઓ – સિંચના (34) અને સિંધુરાની (31), પુત્ર મધુસાગર (25) અને પત્ની ભારતી (51) ના મૃતદેહ છત પરથી લટકતા મળ્યા હતા. અઢી વર્ષની બાળકી જે રૂમમાં હતી ત્યાં મધુસાગર ગળેફાંસો ખાઇને લટકેલો હતો. બાળકી તે જ રૂમમાં અચેતન અવસ્થામાં મળી આવી હતી.
‘ઘરમાં કોઈ ડેથ નોટ મળી નથી’
નાની બાળકીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે. પોલીસે કહ્યું કે, તેને સારવાર અને કાઉન્સિલિંગની જરૂર પડશે. આ મામલાની તપાસ કરી રહેલા બાયદરહલ્લી પોલીસે જણાવ્યું હતું કે, મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. જોકે તે આત્મહત્યાનો કેસ લાગે છે, પરંતુ પોસ્ટમોર્ટમમાં તેની પુષ્ટિ થવી જોઈએ.
અધિક પોલીસ કમિશ્નર (પશ્ચિમ) સૌમેન્દુ મુખર્જીએ જણાવ્યું હતું કે, પાંચ લોકોના મોતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તેમણે કહ્યું, ‘અમને ઘરમાંથી ડેથ નોટ મળી નથી. મધુસાગર શંકર આઘાતની સ્થિતિમાં છે. તે ફિટ થશે પછીથી તેની પૂછપરછ કરવામાં આવશે.
આ ઘટનાથી બધા ચોંકી ગયા હતા
દરમિયાન પત્રકાર શંકરે કહ્યું છે કે, તેમની પુત્રીઓ તેમના પતિ સાથે ઝઘડો કરીને ઘરે આવી હતી. આ મુદ્દો ઉકેલવા અને તેમને તેમના પતિ સાથે પરત મોકલવાને બદલે, તેમની પત્ની ભારતીએ દીકરીઓને પોતાની પાસે રાખી. આ સાથે શંકરે કહ્યું, “મેં મારી દીકરીઓ સિંચના અને સિંધુરાનીને શિક્ષિત કરવા માટે સખત મહેનત કરી. પુત્ર મધુસાગર પણ એન્જિનિયર હતો. તે એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો. દીકરીના કાન વીંધવાના સમારંભમાં પતિ સાથેની લડાઈ બાદ સિંચના ઘરે પરત ફરી હતી. તેની આર્થિક સ્થિતિમાં કોઈ સમસ્યા નહોતી. તેમણે નાના મુદ્દાઓ પર આ ઘાતક પગલું ભર્યું.
પડોશીઓ શું કહે છે?
પડોશીઓએ તેમને જણાવ્યું છે કે, શંકર અને તેમના પુત્ર મધુસાગર વચ્ચે લડાઈ ચાલી રહી હતી. માર માર્યા બાદ શંકર ઘરની બહાર ગયો હતો. આ ઘટના બાદ પરિવારે રવિવારે જ આત્મહત્યા કરી લીધી હતી. મૃતદેહો વિકૃત હાલતમાં મળી આવ્યા હતા અને ફોરેન્સિક નિષ્ણાતો અને પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, મૃત્યુ પાંચ દિવસ પહેલા થયા હતા. જોકે, પોસ્ટમોર્ટમ બાદ તેની પુષ્ટિ પણ થશે.
ભારતી નામની વૃદ્ધ મહિલા હોલમાં છત પરથી લટકતી જોવા મળી હતી અને સિંચરા અને સિંધુરાની લાશ 9 માસના બાળક સાથે પ્રથમ માળે એક રૂમમાં મળી આવી હતી. મધુસાગર તેના રૂમમાં લટકતો મળી આવ્યો હતો. ત્રણેય બાળકોના ઘરમાં અલગ અલગ રૂમ હતા.
ત્રણ દિવસથી ફોન આવ્યો નથી
આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે, પત્રકાર શંકરે શુક્રવારે રાત્રે પડોશીઓ અને પોલીસની મદદથી દરવાજો તોડ્યો. શંકરે પોલીસને જણાવ્યું હતું કે, તેણે તેના પરિવારના સભ્યોને ત્રણ દિવસ સુધી ફોન કર્યા હતા, જેનો જવાબ આપવામાં આવ્યો ન હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..