બનાસકાંઠામાં સગા સાળાઓએ છરીના ઉપરાછાપરી ઘા ઝીંકીને બનેવીની હત્યા કરી નાખી, આવી રીતે ખુલ્યો હત્યાનો ભેદ!

બનાસકાંઠા (Banaskantha district)ના સરહદી વિસ્તાર બેણપ ગામ (Benav Village)માં બે મહિના પહેલા ગુમ થયેલા યુવકની હત્યા (Murder) કરાઈ હોવાનું બહાર આવ્યું છે. જેમાં સગા બે સાળાઓએ જ બનેવીને છરીના ઘા મારી હત્યા કરાઈ હોવાનું બહાર આવતાં જ થરાદ પોલીસે (Tharad police) મૃતકના અસ્થિને પીએમ અર્થે ખસેડી એફ.એસ.એલ.ની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સુઇગામ તાલુકાના બેણપ ગામે દિનેશ હમીરભાઇ ઠાકોર (Dinesh Thakor) નામના 25 વર્ષીય યુવક ઘરેથી ભાભર (Bhabhar) જવાનું કહી નીકળ્યા બાદ ગુમ થયો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી. જેમાં થરાદ પોલીસે ઝીણવટભરી તપાસ કરતા મૃતકના સગા બે સાળાઓએ જ બનેવીની હત્યા કરી લાશને ઝાડીમાં ફેકી દીધી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

બેણપ ગામે રહેતા દિનેશ ઠાકોર અને તેમની બહેનના લગ્ન સાટા પદ્ધતિથી થયા હતા. ચાર વર્ષ અગાઉ શિવા ઠાકોરના મોટાભાઈ ખેંગાર ઠાકોરની હત્યા થઈ હતી. આ હત્યા શિવા ઠાકોરના બનેવી દિનેશભાઈ ઠાકોર અને તેના પરિવારજનોએ કરી હોવાનો શંકા હતી. આ દરમિયાન બનેવી દિનેશ ઠાકોર બે મહિના અગાઉ તેમના સાળાઓને મળવા માટે બેણપ તેમના ખેતરે આવ્યો હતો. તે સમયે એકલતા જોઈ મોકાનો ગેરફાયદો ઉઠાવી બંને સાળા શિવા ઠાકોર અને હીરા ઠાકોરે બનેવી દિનેશ ઠાકોરને છરીના આડેધડ ઘા મારી હત્યા કરી નાંખી હતી. બાદમાં લાશ અને ગુનામાં વપરાયેલી છરીને બાવળની ઝાડીમાં ફેંકી બંને નાસી ગયા હતા.

આ કેસમાં થરાદ પોલીસે મૃતકના અસ્થિને પીએમ અર્થે ખસેડ્યા છે. પોલીસે એફએસએલની મદદથી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ બંને હત્યારાઓની અટકાયત કરી છે. આ અંગે થરાદ ASP પૂજા યાદવે જણાવ્યું હતું કે, “બે મહિના અગાઉ ગુમ થયેલા યુવકની હત્યા કરાઈ હતી, જેમાં બંને હત્યારાઓની અટકાયત કરી લેવામાં આવી છે. આ મામલે પોલીસ વધારે તપાસ કરી રહી છે.”

અમદાવાદમાં બેવડી હત્યા:
અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં ડબલ મર્ડર (Ahmedabad double murder case)નો બનાવ સામે આવ્યો છે. કાકા અને માતાની હત્યા કર્યા બાદ આરોપી યુવકે પણ આપઘાતનો પ્રયાસ (Suicide attempt) કર્યો હતો. જોકે, આત્મહત્યા માટે બે વખત પ્રયાસ કરવા છતાં યુવકનું મોત ન થતા અંતે તેણે તેના સબંધીને પોતે કરેલા ગુનાની જાણ કરી હતી. યુવકે જે કૃત્ય કર્યું છે તે ભલભલાને હચમચી નાખે તેવું છે. આરોપીના પિતા (Father)નું થોડા વર્ષો પહેલા અવસાન થયા બાદ તે અને તેની માતા કાકા સાથે રહેતા હતા. આરોપી યુવક કોઈ કામ-ધંધો કરતો ન હોવાથી પરિવારે ઠપકો આપતા આવેશમાં આવીને બંનેની હત્યા કરી નાખી હોવાનું પોલીસને પ્રાથમિક (Primary investigation) તપાસમાં લાગી રહ્યું છે. આરોપી માતા અને કાકાની હત્યા કર્યાં બાદ બે દિવસ મૃતદેહની બાજુમાં લોહીલુહાણ હાલતમાં બેસી રહ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો