ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર આવેલું અકલી ગામના રાજપૂત સમાજના લોકોએ મૃત્યુ પછી થતા જમણવારની પરંપરા છોડી દીધી છે. રવિવારે એક બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ગામમાં કોઈ વ્યક્તિના મૃત્યુ થયા બાદ તેની પાછળ રાખવામાં આવતું ‘બારમું કે તેરમું‘નો ખર્ચ દરેક પરિવાર ઉપાડી શકે તે શક્ય નથી. આ વાતને ધ્યાનમાં રાખીને આવો નિયમ બનાવ્યો છે.
અકલી ગામના રહેવાસી પ્રતાપસિંહ સોઢાએ જણાવ્યું કે, મૃત વ્યક્તિના બારમાને દિવસે શોક ભાંગવા માટે કોઈ જમણવાર કે દારૂ પીવડાવવાનો રિવાજ નહીં થાય. અમારા ગામના રહેવાસીઓ બીજા લોકોના દબાણમાં આવીને મૃત વ્યક્તિ પાછળ રાખવામાં આવતા જમણવારમાં ઘણો ખર્ચ કરી લે છે. આ ખર્ચ દરેક પરિવાર કરી શકતો નથી, આથી તેઓ બીજા જોડેથી રૂપિયા ઉધાર લે છે. આ કારણે તે દેવામાં ડૂબી જાય છે અને તેની વ્યથા પણ કોઈને કહી શકતો નથી. જે લોકો આ નિયમ નહીં અનુસરે તેમનો રાજપૂત સમાજ બહિષ્કાર કરશે.
દારૂનું વ્યસન છોડવા કંકોત્રીમાં અપીલ
આ ઉપરાંત ભારત-પાકિસ્તાનની બોર્ડર પર આવેલ ભિયાડ ગામના લોકો દારૂનું વ્યસન રોકવા માટે મહેનત કરી રહ્યા છે. આ ગામના શિક્ષક રાજેન્દ્ર સિંહે તેમની બહેનના લગ્નની કંકોત્રીમાં દારૂ છોડવા માટે લોકોને અપીલ કરી છે. તેમણે કાર્ડમાં લખ્યું છે કે, મારી બહેનનાં લગ્નમાં આવતા મહેમાનો દારૂ, ગાંજો કે બીજા કોઈ પણ પ્રકારનું વ્યસન કરી શકશે નહીં. હું દરેક લોકોને વ્યસન છોડવા માટે આજીજી કરું છું.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ.. દેશ – વિદેશના સમાચારો વાંચવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરીને અમારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ.. જય ભારત..