રાબ એક લિક્વીડ વસાણું છે. રાબ ગરમ હોય તેથી ગળું શેકાય છે.તેમજ ગોળ ઓછો નાંખીને પીવાથી કફ પણ થતો નથી.શરીરમાં ગરમાવો પણ મળે છે, ચાલો મિત્રો આપણે પણ ગુલાબી ઠંડીમાં બનાવીએ. રાબ જે બનાવવામા ખુબ જ સરળ છે. બાજરીની રાબ ખાસ કરીને નાના બાળકો માટે ઉત્તમ છે. તેમને દાંત આવતા હોય, કફથી છાતી ભરાઈ ગઈ હોય ત્યારે આપી શકાય.
જરૂરી સામગ્રી
- 2 ચમચી – બાજરીનો લોટ
- 2 ચમચી – સમારેલો ગોળ
- જરૂરિયાત મુજબ – ઘી
- જરૂરિયાત મુજબ – સૂંઠ- ગંઠોડાનો પાવડર
- 1/2 ચમચી – અજમો
બનાવવાની રીત
સૌ પ્રથમ એક મોટો બાઉલ ભરીને રાબ બનાવવા માટે એકથી દોઢ ચમચી લોટ લેવો. એક તરફ બે કપ પાણીમાં બેથી ત્રણ ચમચી ગોળ કતરીને ઓગાળવો. એ પાણી ગરમ કરવા મૂકવું. બીજી તરફ એક વાસણમાં એક ચમચી ઘી લઈને એમાં દોઢ ચમચી લોટ ઉમેરીને શેકવો. લોટ શેકાઈને આછા બ્રાઉન રંગનો થાય એટલે ગોળનું ઊકળેલું પાણી મિક્સ કરવું. હવે ઉપરથી એક નાની ચમચી સૂંઠ અને નાની ચમચી ગંઠોડા અને અજમો ઉમેરી લો. લોટવાળું પાણી એકદમ મિક્સ થઈને એકરસ થઈ જાય એટલે ઉતારી લેવું. પોષણ માટે એના પર શેકેલી બદામની કતરી ભભરાવી શકાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..