સોશ્યિલ મીડિયા માટે સનસનાટી ફેલાવે તેવા સમાચાર છે, પરંતુ આ હકીકત છે ! આઈએએસ ઓફિસર બી. ચંદ્રકલા Facebook ઉપર અત્યંત લોકપ્રિય છે. તેમની જબરદસ્ત ફેન-ફોલોઇંગ છે. તેમના જેટલા ફોલોઅર્સ છે’ તેટલા તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને યોગી આદિત્યનાથ સહિતના દેશના મુખ્યમંત્રીઓ અને બોલીવુડના ચર્ચિત સિતારાઓ પણ નથી !
આ એટલા માટે આશ્ચર્યજનક છે કારણ કે વડાપ્રધાન સહિત તમામ સિતારાઓના ફેસબુક પેજને કરોડો લોકો ફોલૉ કરી રહ્યા છે ! જેની સામે બી.ચંદ્રકલાના ફોલોઅર્સ તેના સત્તાવાર પેજ ઉપર માત્ર 85 લાખ છે ! આમ છતાં, અમિતાભ બચ્ચન, શાહરુખ ખાનથી માંડીને સલમાન ખાન, દીપિકા પાદુકોણ તેમની તસવીરો માટે જેટલી ‘લાઇક્સ’ નથી મેળવી શકતા તેટલીતો ચંદ્રકલા માત્ર કેટલાક કલાકોમાં મેળવી લે છે !
આ ખ્યાતનામ સિતારાઓ તેમના જન્મદિન અને લગ્ન સંબંધિત પોસ્ટ ઉપર જેટલી ‘લાઇક્સ’ નથી મેળવી શકતા તેટલી તો આ અધિકારી માત્ર એક તસ્વીર સાથે ‘ગુડ મોર્નિંગ’ લખે છે ત્યાં જ મેળવી લે છે.
Facebook ઉપર બી. ચંદ્રકલાની લોકપ્રિયતાનું એક ઉદાહરણ જુઓ ! 28 ઓક્ટોબરે તેને એક પોસ્ટ લખી: પોસ્ટ તો શું? તેમની એક તસ્વીર (ડીપી) ! અને આ પોસ્ટને મળી ગઈ 2 લાખ, 45 હાજર લોકોની લાઇક્સ ! જયારે 14 હજાર લોકોએ કોમેન્ટ કરી. આવું ઘણીવખત ચંદ્રકલા સાથે બન્યું છે. આ દર્શાવે છે કે ચંદ્રકલા ફેસબૂક ઉપર કેટલા લોકપ્રિય છે !
બી.ચંદ્રકલાની આ પોસ્ટ સામે પીએમ મોદીની અને દીપિકા-રણવીરના લગ્નની આમંત્રણ પત્રિકાની પોસ્ટ પણ ‘પાણી ભરી ગયા’ !
બી. ચંદ્રકલા તેલંગણાંના કરીમનગરની રહેવાસી છે અને 2008ની યુપી કેડરની આઇએસેસ અધિકારી છે. બુલંદશહેરમાં તેઓ જયારે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હતા ત્યારે 2014માં તેમનો એક વિડિઓ વાઇરલ થયો હતો, જેમાં તેમને રોડ-રસ્તાના કામમાં બેદરકારી દાખવનારા કોન્ટ્રાક્ટર અને ઇજનેરોને સરેઆમ ખખડાવી નાખ્યા હતા. આ ઘટના બાદ “ડીએમ હો તો ઐસા હો” ના શીર્ષક સાથે તેમનો વિડિઓ વાઇરલ થયો હતો. બસ, આ ઘટના પછી તેમના સોશ્યિલ મીડિયા ફોલોઅર્સની સંખ્યા સતત વધતી ચાલી છે. માર્ચ, 2017થી તેઓ પ્રતિનિયુક્તિ ઉપર દિલ્હી ખાતે કેન્દ્ર સરકારમાં કાર્યરત છે
IAS બનતા પહેલ ચંદ્રકલાના લગ્ન થઈ ગયા હતા. પરંતુ તેણે હાર ન માની. લગ્ન બાદ ડિસ્ટન્સ લર્નિંગથી તેણે પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કર્યું. ત્યારબાદ સંઘ લોકસેવા આયોગની પરીક્ષામાં સફળતા મેળવી. તેને ઉત્તર પ્રદેશ કેડર મળ્યું. બી ચંદ્રકલા ટ્વિટર પર પણ સક્રિય છે. માત્ર સારા કાર્યો જ નહીં, પરંતુ ઘણીવાર તે વિવાદોને કારણે પણ ચર્ચામાં રહી. એક પત્રકાર સાથે ફોન પર દલીલના વાયરલ વીડિયોને કારણે પણ તે ચર્ચામાં રહી ચૂકી છે.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.