વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને પહેલો ભગવાન મહાવીર અહિંસા પુરસ્કાર એનાયત કરાશે

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને ભગવાન મહાવીર અહિંસા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે અખિલ ભારતીય દિગંબર જૈન મહાસમિતિ દ્રારા શરૂ કરવામાં આવેલ ‘ભગવાન મહાવીર અહિંસા પુરસ્કાર’ મેળવનાર તે પ્રથમ વ્યક્તિ હશે. અખિલ ભારતીય દિગંબર જૈન સંગઠનના પદાધિકારીએ રવિવારે પુરસ્કાર માટે પસંદગી પામેલ અભિનંદન વર્ધમાનના નામની જાહેરાત કરી હતી.

મિગ-21 બાઇસનના પાયલટ વર્ધમાનએ 27 ફેબ્રુઆરીએ હવાઈ લડાઈમાં પાકિસ્તાની વાયુસેનાના એફ-16 વિમાનને પછાડી દીધું હતું ત્યારબાદ તેનું વિમાન મિગ -21 દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જો કે તે આ સમય દરમિયાન વિમાનમાંથી સુરક્ષિત બહાર આવી ગયા હતા. જો કે ત્યારબાદ તેમને પાકિસ્તાન સેનાએ પકડી લીધા હતા. જો કે આંતરરાષ્ટ્રિય દબાણના કારણે પાકિસ્તાને અભિનંદનને મુક્ત કર્યાં હતા. 1 માર્ચે દેશના આ જાંબાઝ સ્વદેશ પરત ફર્યાં હતા.

આ સન્માન મેળવનાર અભિનંદન વર્ધમાન પ્રથમ વ્યક્તિ છે

સંગઠનના મહારાષ્ટ્રના સંયોજક પારસ લોહોડેએ જણાવ્યું હતું કે, જૈન સંગઠનના અધ્યક્ષ મણીન્દ્ર જૈનએ જણાવ્યું હતું કે,વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને ‘ભગવાન મહાવીર અહિંસા પુરસ્કાર’ થી નવાજવામાં આવશે. આ અવસરે પારસ લોહોડેએ જણાવ્યું હતું કે, આ વર્ષ જ શરૂ કરેલ આ પુરસ્કાર હેઠળ 2.51 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર, એક સ્મૃતિ ચિન્હ અને એક પ્રશસ્તિ પત્ર આપવામાં આવશે. 17 એપ્રિલે મહાવીર જયંતીના અવસરે અભિનંદન વર્ધમાનને આ પુરસ્કારથી નવાજવામાં આવશે..

આ પણ વાંચજો .

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો