આજે ભારતીય એરફોર્સે પાકિસ્તાનની સીમામાં ઘુસીને 1000 કિલો બોમ્બથી હુમલો કર્યો છે. એરફોર્સ દ્વારા આ હુમલો મિરાઝ-2000 પ્લેનથી કરવામાં આવ્યો હતો. માનવામાં આવે છે કે, એરફોર્સે 12 પ્લેનથી આ હુમલો કર્યો હતો અને તે સમયે અવૈક્સ (AWACS) સિસ્ટમ રક્ષા કવચ બનાવવામાં આવ્યું હતું. ભારતે પાકિસ્તાનમાં આતંકીઓના ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો ત્યારે ભારત પાકિસ્તાન તરફથી વળતા હુમલા માટે પણ તૈયાર જ હતું. તે માટે ખાસ AWACS સક્રિય કરવામાં આવ્યું હતું. ભારત પાસે ઈઝરાયલ અને ઈન્ડિજન્સ અવૈક્સ સિસ્ટમ છે. ભારતીય અવૈક્સ સિસ્ટમને ડીઆરડીઓએ તૈયાર કર્યું છે. અવૈક્સ (AWACS)નો અર્થ થાય છે Airborne Warning And Control System.
અવૈક્સનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે
એર ડિફેન્સ માટે અવૈક્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ લોન્ગ રેન્જ રડાર સર્વિલાન્સ સિસ્ટમ હોય છે. સૌથી પહેલાં અમેરિકન એરફોર્સ દ્વારા તેનો ઉપયોગ શરૂ કરવામા આવ્યો હતો. આ સિસ્ટમ ખૂબ નીચે ઉડાન ભરી રહેલા એરક્રાફ્ટને પણ ડિટેક્ટ કરે છે.
અંદાજે 370 કિમી દૂર સુધી દુશ્મનોની ગતિવિધિઓને પકડી શકે છે. તે કોઈ પણ હવામાનમાં કામ કરવા માટે સક્ષમ હોય છે. તેમાં લાગેલું કોમ્પ્યૂટર દુશ્મનોની કાર્યવાહી અને તેમની ગતિવિધિઓને રેકોર્ડ કરે છે. અવૈક્સ સિસ્ટમને દુશ્મન પણ પકડી શકતા નથી. તેને લોક કરવી પણ લગભગ અશક્ય હોય છે.
ભારતે પાકિસ્તાન પર કર્યો હુમલો
મંગળવારે વહેલી સવારે પાકિસ્તાનના પ્રવક્તા મેજર આસિફ ગફૂરે ટ્વિટ કરીને કહ્યું કે, ભારતીય વાયુસેનાએ નિયંત્રણ રેખાનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાની વાયુસેનાએ તુરંત કાર્યવાહી કરી હતી અને ભારતીય વિમાન પરત જતા રહ્યાં.
મંગળવારે વહેલી સવારે 3.30 વાગે ભારતીય જેટ વિમાને પાકિસ્તાનમાં ઘૂસીને કાર્યવાહી કરી હતી. કાર્યવાહીમાં જૈશ અને અન્ય આતંકી સંગઠનોના લોન્ચ પેડને તોડી પાડવામાં આવ્યા છે. પુલવામા હુમલા પછી ભારત તરફથી આ ખૂબ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.