હરિયાણા: અહીં રહેતો અને 11માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અવનીતે ખૂબ જ કમાલનું આવિષ્કાર કર્યું છે. તેણે આર્થિક તંગીના માહોલમાં પણ માઇન ડિટેક્ટર બનાવ્યું છે. જેના વિસ્તારમાં વિસ્ફોટક સામાન આવતા જ સાયરન વાગે છે.
– અવનિતના પિતા સુધીર કુમાર ખેડૂત છે અને તેમને ત્રણ દિકરાઓ છે.
– પાછલા ઘણા મહિનાઓથી બોર્ડર પર ભારતીય જવાનો પર થઇ રહેલા આતંકી હુમલાઓથી ચિંતિત થઇ વિસ્ફોટ સામગ્રી શોધવાનું મશીન બનાવવાની જીદ પકડી લીધી, પરંતુ પિતાની આર્થિક તંગને કારણે આશા દેખાતી ન હતી.
– પિતા સાથે આ અંગે વાત કરતા તેમણે પુત્રને આર્થિક મદદ કરવાનો વિશ્વાસ આપ્યો.
– 45 દિવસોની કઠોર મહેનત બાદ પાંચ હજાર રુપિયમાં તૈયાર થયેલા મશીનનું ટેસ્ટિંગ સફળ થયું તો પરિવારમાં ખુશીની લહેર છવાઇ ગઇ.
જાપાનમાં રોશન કરશે નામ
– 2015માં જાપાનમાં આયોજીત થયેલ નેશનલ લેવલ મૉડલ કોમ્પિટિશનમાં વિજેતા બનનાર અવનીતને જાપાનમાં સાઇન્સ ચેમ્પિયનશિપમાં ભાગ લેવાનું આમંત્રણ મળ્યું હતું પરંતુ 15 વર્ષની ઉંમર હોવાને કારણે દસ્તાવેજ તૈયાર થયા ન હતા.
– હવે 2018ની સ્પર્ધામાં બીજીવાર ભાગ લેવાનું આમંત્રણ મળ્યું છે. અવનીત ત્યાં સોલર સુરક્ષા સંબંધી ટેકનીકનું પ્રદર્શન કરી જાપાનમાં દેશનું નામ રોશન કરશે.
– આતંકીઓ દ્વારા ભારતીય સૈનિકો પર હુમલો કરી તેની લાશોને વિકૃત કરી નાખવાની ઘટનાએ અવનીતને પ્રેરીત કર્યો હતો.
– અવનીતનું કહેવું છે કે આ રોબોટ ઓફિસ અથવા વ્યવસાયિક સંસ્થાનોમાં સ્થાપિત કરવામાં આવી શકે છે.
– અવનીતે આગળ જણાવ્યું કે તેની ઇચ્છા ડ્રોન રોબોટ બનાવવાની છે પરંતુ 4-5 લાખના ખર્ચ થવાને કારણે તે સફળ નથી થઇ રહી.
– આ ડ્રોન સમુદ્ર, આકાશ તથા જમીનમાં છુપાયેલી વિસ્ફોટક સામગ્રીને શોધી શકશે. તેમાં રિમોટની જરૂરત નહીં પડે અને નકશો અપલોડ કરવા પર આપમેળે નજર રાખશે.