એક પણ રૂપિયાના વધારાના ખર્ચ વિના વધારી લો બાઈકની માઈલેજ, જાણો કમાલની ટ્રિક્સ

પેટ્રોલની કિંમતો સતત વધી રહી છે અને સામાન્ય લોકોના બજેટ પર પણ અસર કરી શકે છે. ભારતમાં જ્યાં ઈલેક્ટ્રિક વાહનોને લોકો પસંદ કરી રહ્યા છે ત્યાં ચાર્જિંગની વ્યવસ્થાને લઈને સમસ્યા આવી રહી છે. એવામાં લોકો પેટ્રોલ બાઈકને પસંદ કરી રહ્યા છે. જો તમારું ટુવ્હીલર સારી માઈલેજ આપી રહ્યું નથી તો તમે કેટલાક સરળ ઉપાયો ફોલો કરો તે જરૂરી છે. તેનાથી તમારી બાઈકની માઈલેજ વધશે.

સમયાંતરે સર્વિસ કરાવો
બાઈકની સર્વિસ કરાવતા રહેવાથી તેની માઈલેજ પર મોટી અસર થાય છે. જો તમારી બાઈક સારી સ્થિતિમાં છે તો આ માઈલેજ પણ સારી રહેશે. તેનાથી એન્જિન અને ગિયરબોક્સને લુબ્રિકેશનની જરૂર રહે છે અને સર્વિસ કરાવતા રહેવાથી તેને યોગ્ય રીતે તે મળે છે. આમ કરવાથી એક લિટર પેટ્રોલમાં તમારી બાઈક સામાન્યથી વધારે માઈલેજ આપે છે.

ટાયર પ્રેશરનું રાખો ધ્યાન
તમે કદાચ એક વાતને ઈગ્નોર કરતા હશો તે એ કે ટાયર પ્રેશર બાઈકના માઈલેજમાં મોટી અસર કરે છે. ટાયરનું પ્રેશર યોગ્ય બની રહેશે તો બાઈક ચલાવવામાં વધારે જોર કરવાનું રહેશે નહીં અને એન્જિન પર પણ લોડ પડશે નહીં. એવામાં ટાયરનું પ્રેશર યોગ્ય રહેશે તો નકત્કી તમારા બાઈકની માઈલેજ વધશે.

સિગ્નલ પર બંધ કરો બાઈક
આ વાત તો તમને પણ ખ્યાલ હશે પણ તમે તેને ઈગ્નોર કરતા હશો. સિગ્નલ પર જ્યારે પણ ઊભા રહો તો બાઈક બંધ કરી દેવી. આ રીતે તમે પેટ્રોલ બચાવી શકો છો. જો 15 સેકંડથી વધારે સમય ઊભા રહેવાનું હોય તો તમારે બાઈક બંધ કરી લેવી. આ રીતે મહિનામાં જ તમે તમારી બાઈકની માઈલેજ વધારી શકશો.

કારણ વિના કલ્ચનો ઉપયોગ ટાળો
ક્લચનો યોગ્ય રીતે અને જરૂર પડે ત્યારે જ ઉપયોગ કરો. તેનાથી બાઈકની માઈલેજ વધે છે. કારણ વિના વારેઘડી ક્લચ દબાવતા રહેશો તો સ્વાભાવિક રીતે બાઈકની માઈલેજ ઘટી જશે.

યોગ્ય ગિયરનો કરો ઉપયોગ
યોગ્ય સ્પીડે યોગ્ય ગિયરમાં બાઈક ચલાવશો તો એન્જિન પર વધારે ભાર પડશે નહીં. આ સિવાય એક સરખી ગતિએ બાઈક ચાલશે તો માઈલેજ વધશે. જ્યારે તમે યોગ્ય ગિયર પોઝિશનમાં કામ કરો છો તો તમારા બાઈકને યોગ્ય ગિયરમાં મેન્ટેન કરો તે જરૂરી છે.

જીપીએસ અને ટ્રાફિક એલર્ટ
ક્યાંય પણ જવા માટે તમે જીપીએસનો ઉપયોગ કરો છો તો ગૂગલ તમને યોગ્ય અને સૌથી નાના રસ્તે લઈ જશે. એવામાં તમારી બાઈકની માઈલેજ વધે છે. આ સિવાય ટ્રાફિક એલર્ટથી તમે આગળના જામની જાણકારી મેળવી શકો છો અને મેપ પર રસ્તો બદલીને ટ્રાફિકથી બચી શકો છો. આ સાથે પેટ્રોલ અને માઈલેજ બંનેમાં લાભ થશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો