તેલંગણામાં એક રિક્ષા ચાલકે ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે. તેની રિક્ષામાં એક વ્યક્તિ તેના દસ લાખ રૂપિયાથી ભરેલી બેગ રાખીને ભૂલી ગયો હતો. પણ દેવામાં ડૂબેલા ડ્રાઈવરની નિયત સહેજ પણ ના ડગમગી અને ડ્રાઈવરે તેને તેના માલિસ સુધી પહોંચાડી દીધી. આ વાતથી ખુશ થઈને બેગના માલિકે ડ્રાઈવરને 10 હજાર રૂપિયાનું ઈનામ આપ્યું છે.
ઓટો ડ્રાઈવરને મળ્યું નોટોથી ભરેલી બેગ
– ઘટના હૈદરાબાદની છે, જ્યાં 30 વર્ષના ઓટો ડ્રાઈવર જે રામુલૂની ઓટોમાં બુધવારે બે ભાઈ સવાર થયા હતા. ડ્રાઈવરે તેમને ગચિબાવલી વિસ્તારની શ્રીરામ નગર કોલોનીમાં છોડ્યા હતા.
– તેમને છોડ્યા બાદ રામુલી થોડેક જ દૂર પહોંચ્યા હતા કે તેમની નજર પાછળની સીટ પર પડેલા એક બેગ પર પડી. જ્યારે તેમણે બેગ ખોલી તો તે નોટોથી ભરેલી મળી.
– ડ્રાઈવર પ્રમાણે, તે સિંકદરાબાદના જુબલી બસ સ્ટેશન નજીક પહોંચી ચૂક્યો હતો, જ્યારે તેણે બેગ જોઈ. તેને સમજાઈ ગયું હતું કે, આ એ જ બે પેસેન્જરની છે, જેને તેણે શ્રીરામ નગર કોલોની ઉતાર્યા હતા.
– રામુલૂએ જણાવ્યું કે, તેણે તરત રિક્ષા પાછી વાળી અને કોલોનીના એ જ પોઈન્ટ પર પહોંચી ગયો, જ્યાં પેસેન્જરને ઉતાર્યા હતા.
– ડ્રાઈવર પ્રમાણે, ત્યાં પહોંચતા જ એ બે પેસેન્જર મળી ગયા અને તેમણે પોલીસની હાજરીમાં બન્નેને પોતાની બેગ પાછી આપી દીધી
ડ્રાઈવરે આપ્યું ઈમાનદારીનું ઉદાહરણ
– બન્ને પેસેન્જર્સ ભાઈઓ છે અને બન્ને ભાડાની દુકાન ચલાવે છે. તેમના નામ પ્રસાદ અને કિશોર છે. બન્ને શ્રીરામ નગરમાં પોતાનું મકાન બનાવડાવી રહ્યા છે અને તેના માટે જ આ રકમ લાવ્યા હતા.
– તેમાંથી એક ભાઈ પ્રસાદના પગમાં ફ્રેક્ચર હતુ અને તેના પગમાં ઘણો દુખાવો હતો. આ કારણે ઓટોમાંથી ઉતરતી વખતે તેને બેગ લેવાનું યાદ ના આવ્યું. જેવું તેને યાદ આવ્યું તેણે પોલીસને માહિતી આપી.
– પોલીસે ઘટના સ્થળે પહોંચીને વિસ્તારના સીસીટીવી તપાસવાના શરૂ કર્યા હતા કે ત્યારે રામુલૂ પેસા લઈને બન્ને પેસેન્જર પાસે આવી ગયો.
– બેગ આપ્યા બાદ રામુલૂએ કહ્યું કે, હું આ પૈસાથી ઘણા વર્ષ સુધી એન્જોય કરી શકતો હતો, પરંતુ હું આવી જિંદગી જીવવા માંગતો નથી. જેથી મેં તરત તેમને પાછા આપવાનો નિર્ણય કર્યો.
– ડ્રાઈવર પર દોઢ લાખ રૂપિયાની લોન છે, જે તેણે ઓટો ખરીદવા માટે લીધી હતી, પરંતુ આ બધા પછી પણ તેની નિયત ના ડગમગી