ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો: નવી પરણીને આવેલી કાકી પર આવી ગયુ ભત્રીજાનું દિલ, ઘરેથી લઈને ભાગી ગયો

રાજસ્થાનના ભારતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં શખ્સનું દિલ નવી પરણીને આવેલી પોતાની કાકી પર આવી ગયું તો તેને લઈને ફરાર થઈ ગયો હતો. આ ઘટના બાદ આખા ભરતપુરમાં એની ચર્ચાઓ થઈ રહી છે. આ ઘટના બાદ આરોપી વિરૂદ્ધ તેના કાકા અને દાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આરોપ લગાવ્યો છે કે, તે નવી પરણીને આવેલી દુલ્હનને લઈને ફરાર થઈ ગયો છે.

ભત્રીજા સાથે હતો પ્રેમ સંબંધ
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ભરતપુરમાં મથુરાગેટ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ દાખલ થઈ છે. કિશનપુર કોલોનીમાં રહેતા એક શખ્સના લગ્ન બે વર્ષ પહેલાં થયા હતા. બંને વચ્ચે બધુ જ બરાબર ચાલી રહ્યું હતું. શખ્સની પત્નીની ઉંમર 19 વર્ષ છે. અચાનક તેના વ્યવહારમાં થોડો ફેરફાર જોવા મળ્યો તો તેના પતિને શંકા થવા લાગી હતી. વાત એવી હતી કે, શખ્સની પત્નીને તેના 24 વર્ષીય ભત્રીજા સાથે પ્રેમ થઈ ગયો હતો. એ પછી ગયા મહિને બંને ઘરેથી ફરાર થઈ ગયા ત્યારે આખી પોલ ખૂલી ગઈ હતી.

પોલીસ સ્ટેશનમાં થઈ ફરિયાદ
પીડિતની પત્ની જ્યારે ફરાર થી તો તે ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. તેણે પોલીસ સ્ટેશનમાં કહ્યું કે, 16 ઓક્ટોબરની રાતે તેની પત્ની તેના ભત્રીજા સાથે ફરાર થઈ ગઈ છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. એવું સામે આવ્યું કે, બંને વચ્ચે ખૂબ જ લાંબા સમયથી પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો. જેને લઈને પરિવારના લોકોએ પણ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તકનો લાભ લઈને તેઓ એક દિવસ ઘરેથી ફરાર થઈ ગયા હતા.

તો આરોપી પૌત્ર વિરૂદ્ધ તેની દાદીએ પણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. દાદીએ પોલીસને જણાવ્યું કે, તેમની વહુને ભગાડીને પૌત્ર ગાયબ થઈ ગયો છે. દાદીએ પોલીસ સ્ટેશનમાં પૌત્ર વિરૂદ્ધ સખત કાર્યવાહી કરવા માટે અપીલ કરી હતી. સાથે જ તેમની વહુને શોધી લાવવા માટે આગ્રહ પણ કર્યો હતો. જે બાદ પોલીસ બંનેની શોધખોળ કરી રહી છે. પોલીસે આ પરિવારને આશ્વાસન આપ્યું હતુ કે, તેઓ જલ્દી બંનેને શોધી કાઢશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો