ભચાઉના નેર ગામે મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમયે દર્શન કરવા ગયેલા દલિત પરિવાર પર હુમલો, પીડિતોને રૂ. 21 લાખની સરકારી સહાય

કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના નેર ગામે દલિત પરિવાર ઉપર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં ગામમાં આવેલા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગ સમયે દર્શન માટે ગયેલા દલિત પરિવાર ઉપર ગામના જ કેટલાક શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે ભચાઉ પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.  આ ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્ય સરકાર દ્વારા ભોગ બનનારા 6 વ્યક્તિઓને 21 લાખ રૂપિયાની સહાય ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ભચાઉ તાલુકાના નેર ગામમાં આવેલા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે દર્શન કરવા ગયેલા દલિત પરિવાર ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ જીવલેણ હુમલામાં દલિત સમાજના 6 લોકો ઘાયલ થતાં તેઓને ભૂજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ આ સમગ્ર મામલે 17 લોકો સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધીને 7 જણાંની ધરપકડ કરવામાં આવી છે.

આ અંગે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદિપ પરમારે જણાવ્યું કે, નેર ગામે અનુસૂચિત જાતિના લોકો પર મંદિર પ્રવેશ બાબતે કરાયેલા અત્યાચારની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે.

દલિત અત્યાચારની આ ઘટનામાં જે 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને સારવાર હેઠળ છે. તેમને નિયમાનુસાર કુલ 21 લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવાની કામગીરી હાથ ધરાઇ રહી છે.

સાંસદે ઘટનાને વખોડી, ગૃહમંત્રીને લખ્યો પત્ર
દલિત પરિવાર ઉપર થયેલા હુમલાની ઘટનાના સમગ્ર રાજયમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ આ સમગ્ર ઘટના વખોડી છે અને દલિત પરિવારને રામમંદિરમાં દર્શન કરવા જતા અટકવાની અને તેમના પર જીવલેણ હુમલો કરવાની ઘટનામાં જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ગૃહમત્રી હર્ષ સંધવીને પત્ર લખ્યો છે.

કચ્છ પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા માટે અલગ-અલગ 9 ટીમો બનાવામાં આવી છે. અત્યાર સુધીમાં 5 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે 2 આરોપીને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે. જયારે આ ઘટનામાં સંડોવાયેલા અન્ય આરોપીને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.

એક ઘટનાને લઈને રાજ્યને બદનામ ના કરવું જોઈએ
દલિત પરિવાર પર થયેલા હુમલા મામલે પ્રદિપ પરમારે નિવેદન આપતાં જણવ્યું હતું કે, જે દિવસે ઘટના બની ત્યારે કલેકટર અને એસપી સાથે ચર્ચા કરી છે અને FIRની કોપી મંગાવી છે. કંઈ કલમો લગાવી તેનો અભ્યાસ કર્યો છે અને આવી કોઈ પણ ઘટના હોય તે વખોડવા લાયક છે. એક ઘટનાને લઈ સમગ્ર રાજ્યને બદનામ ના કરવું જોઈએ

કોંગ્રેસના ધારાસભ્ય નૌસાદ સોલંકી પર પણ મંત્રી પ્રદિપ પરમારે પ્રહાર કરતા જણવ્યું હતું કે. તેઓ સાચા અર્થમાં લોકોના કામ નથી કરતા માત્ર ટ્વીટ કરે છે.

પોલીસને કોઈ પુરાવા હાથ ના લાગ્યા
બીજી તરફ સમગ્ર ઘટના મામલે પૂર્વ કચ્છ પોલીસવડા ખુલાસો કર્યો છે કે, મંદિરમાં દર્શન બાબતે દલિત પરિવાર ઉપર હુમલો થયો હોય તેવા કોઈ પુરાવાહજુ સુધી મળ્યા નથી. પ્રાથમિક તપાસના પશુઓને ચરાવવા બાબતે દલિત પરિવાર ઉપર હુમલો કરવામાં આવ્યો છે.

સમગ્ર ઘટનામાં તમામ આરોપીની પૂછપરછ બાદ સાચી હકીકત બહાર આવશે. આખરે હુમલો કરવા પાછળ શું કારણ હતું? હાલ પોલીસે ઘટના બાદ નેર ગામમાં પોલીસનો ચાંપતો બંધોબસ્ત ગોઠવી દીધો છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો