પડધરી પોલીસ સ્ટેશનના ASIની માનવ સેવાને લોકો કરી રહ્યા છે સલામ, અસ્થિર મગજના યુવકને ઘરેથી ટિફિન લાવી પોતાના હાથે થાળી પીરસી જમાડે છે

કોરોનાના કહેર વચ્ચે લોકડાઉનમાં ગરીબ પરિવાર અને ફૂટપાથ પર રહેતા લોકોને બે ટંક ભોજનના ફાંફા પડી રહ્યા છે. ત્યારે પોલીસ સહિત સામાજિક સંસ્થાઓ આવા લોકોને ભોજન પૂરું પાડી રહી છે. પરંતુ પડધરી પોલીસ સ્ટેશનના ASI માત્ર લોકડાઉન માટે નહીં પરંતુ સામાન્ય દિવસોમાં પણ પોતાના ઘરેથી ટિફિન લઈ જઇ જાતે જ થાળી પીરસી અસ્થિર મગજના યુવકને જમાડી રહ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

દરરોજ સવાર-સાંજ બે ટાઇમ જમાડે છે

પડધરીના પાટીયા પાસે એક કચરાના ઢગલા નજીક એક માનસિક અસ્થિર યુવક બેસે છે. એ જગ્યા જ એનું ઘર છે અને તેની આગળ પાછળ કોઈ નથી. જગતસિંહ જાડેજા પડધરી પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવે છે. ફરજ દરમિયાન આ વ્યક્તી માટે દરરોજ સવાર-સાંજ 2 ટાઈમ પોતાના ઘરેથી ટિફિન લાવી અને આ વ્યક્તીને પોતાના હાથે પીરસીને જમાડે છે. લોકડાઉનમાં જ નહીં પરંતુ છેલ્લા ઘણા સમયથી સેવા કરે છે.

અસ્થિર મગજના યુવકને ASI સાથે લાગણી બંધાઇ ગઇ

જગતસિંહ આ સેવાનું કાર્ય ફક્ત લોકડાઉન દરમિયાન જ નહીં પણ છેલ્લા ઘણા સમયથી કરે છે. મજાની વાત તો એ છે કે આ યુવકને જગતસિંહ સાથે એવી લાગણી બંધાઈ ગઈ છે કે જગતસિંહ સિવાય અન્ય કોઈ પર ભરોસો નથી કરતો. અન્ય ઘણા લોકોએ એમને જમવાનું આપવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ જગતસિંહ જે ટિફિન લાવે એ જ જમે છે. સલામ છે માનવ પ્રત્યે એક માનવની માનવતાને અને સો સો સલામ છે જગતસિંહ જાડેજાની મહાનતા તથા ઉદારતાને.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો