અમદાવાદમાં પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા ASIનું કોરોનાથી થયું મોત

ચોથા તબક્કે પ્રવેશેલા લોકડાઉનના 58માં દિવસે છુટછાટોને આધિન અત્ર-તત્ર-સવર્ત્ર નાગરીકો ફેલાઈ રહ્યા છે, બરાબર એવી જ રીતે કોવિડ-19ની પ્રસરવાની ગતિ તિવ્ર અને વ્યાપક થઈ રહી છે. એક પણ જિલ્લા ચેપમુક્ત રહ્યો નથી. પહેલીવાર મંગળવારે 21 જિલ્લાઓમાંથી કોવિડ-19ના કુલ 395 પોઝિટીવ રિપોર્ટ મળતા ચેપગ્રસ્તોના કેસોની સંખ્યા 12,141એ પહોંચી છે. કોરોના વોરિયર્સને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા વધુ એક પોલીસ કર્મી પણ કોરોનાના શિકાર બન્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા ASI ગોવિંદભાઈ બાબુભાઇનું કોરોનાની બીમારીમા સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. આ સમાચારથી પોલીસબેડામાં શોકની લાગણી ફેલાઇ છે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં બે પોલીસકર્મીઓ અને રાજયમાં કુલ 3 પોલીસકર્મીઓ કોરોનાથી મૃત્યુ પામ્યા છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 21, સુરતમાં બે અને અરવલ્લી- ગાંધીનગરમાં એક-એક એમ કુલ 25ના મૃત્યુ થતા રાજ્યમાં આ મહામારીને કારણે 719 નાગરીકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. એટલુ જ નહી, બે દિવસ પહેલા 46 દર્દીઓને વેન્ટિલેટર પર રાખ્યાનું જાહેર કર્યા બાદ પહેલીવાર મંગળવારની સાંજે પાંચ વાગ્યાની સ્થિતિ અત્યંત નાજૂક અવસ્થામાં 49 દર્દીઓને પણ આ રીતે પ્રાણવાયુનો સંચાર થઈ રહ્યાનું મેડિકલ બુલેટિનમાં જણાવાયુ હતુ.

અત્રે નોંધનીય છે કે, અમદાવાદદ પૂર્વ વિસ્તારમાં આવેલા કૃષ્ણનગરમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભરત જી સોમાજીનું પણ બે દિવસ પહેલા એટલે કે સોમવારનાં રોજ કોરોનાના કારણે મોત નીપજ્યું હતું. ભરતજીને 16 તારીખે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેમને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમની સારવાર દરમિયાન જ આજે વહેલી સવારે તેમનું મૃત્યુ થયું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો