અમદાવાદ(તારીખ:૦૭/૦૪/૨૦૧૯) ખાતે ખોડલધામ સમિતિ આયોજીત યુવા સંવાદ મા ૩૫૦૦૦ યુવાનોના સમુહને સંબોધતા શ્રી અશ્વિન સુદાણી એ સમાજમાં રહેલી અયોગ્ય બાબતોને ઉજાગર કરતા કહ્યું કે યુવાનો માયકાંગલા બની ના રહે પણ પટેલ સમાજની દિકરીઓના રક્ષણ માટે તૈયાર રહેવાની સખ્ત ટકોર કરી હતી.
નિરાશાથી ઘેરાયેલા યુવાનોને ખોડલધામની પ્રવ્રુતિમા સામેલ થઈ નવી શ્રેષ્ઠ વિચારધારા દ્વારા પોતાનો વિકાસ કરે.
મુગ્ધા સેમિનાર દ્વારા સવા લાખ દીકરીઓને શારિરીક અને માનસિક રીતે મજબુત કરવાના અભિયાનને આગળ વધારવા સમાજને અપીલ કરી હતી.
સ્પષ્ટ વક્તા છું એટલે છાવરીને બોલવાનું નહી ફાવે માટે જ સમાજની કેટલીક સત્ય બાબતો ઉજાગર કરવા માંગુ છુ.
આજના યુવાનો સમાજમા રહેલા ૧૦ પ્રકારના માણસોને ઓળખી લે. દુર્ભાગ્યવશ, સમાજમાં દસ પ્રકારના માણસોને, મેં હંમેશાં “બહુમતિ”માં જોયા છે.
(૧) બોલીને આબાદ થનારા કરતાં, બોલીને બરબાદ થનારા !
(૨) પ્રયાસોમાં નિષ્ફળ ગયેલા કરતાં, પ્રયાસોના અભાવે જ નિષ્ફળ ગયેલા
(૩) પકડાઈ ગયેલા ગુનેગારો કરતાં, નહીં પકડાયેલા ગુનેગારો !
(૪) શારીરિક અપંગતા ધરાવનારા કરતાં, માનસિક અપંગતા ધરાવનારા !
(૫) વિજ્ઞાનશાસ્ત્રમાં વિશ્વાસ ધરાવનારા કરતાં, વાસ્તુશાસ્ત્રમાં વિશ્વાસ ધરાવનારા !
(૬) દીકરીને મહત્વ આપનારા કરતાં, દીકરાને મહત્વ આપનારા !
(૭) જ્ઞાનવાન માણસોનો આદર કરનારા કરતાં, ધનવાન માણસોનો આદર કરનારા !
(૮) બંદૂકધારી ત્રાસવાદીઓ કરતાં, સત્તાધારી ત્રાસવાદીઓ !
(૯) પોતાના દોષો શોધનારા કરતાં, બીજાના દોષો શોધનારા ! …..અને
(૧૦) સમજીને વિરોધ કરનારા કરતાં, સમજયા વગર જ વિરોધ કરનારા !!
આ સાથે સમાજમા રહેલી ધાર્મિક સંકુચિત માનસિકતા પર પ્રહાર કરતા કહ્યુ કે માં ખોડલના નામ પર બધા જ એક થયા છે. જ્યા દરેક્નો સ્વિકાર છે.
ભવિષ્યમા શ્રેષ્ઠ માનવરત્નો મેળવવા ગર્ભાધારણ સમયે ગર્ભ સંસ્કાર સંસ્કારના સેમિનાર માત્રથી વિશેશ કશુ મેળવી શકાય એ શક્ય નથી પણ તરુણ અને કિશોર અવસ્થાથી જ સમજણ અને સંસ્કારની આપુર્તી થાય તો મહાન માનવ રત્નો મેળવી શકાય.