કોરોનાની સારવારમાં 60ની કિંમતનું અશ્વગંધા 60 હજારના કોકટેલ એન્ટિબોડી ઇન્જેક્શન જેટલું અસરકારક: રિસર્ચમાં દાવો

દેશમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવી દીધો છે. લોકો સુરક્ષિત સ્વાસ્થય માટે તમામ શકય પ્રયાસો કરી રહ્યા છે. કોરોનાના દર્દીઓ માટે જાત-જાતની દવાઓ હવે ઉપલબ્ધ છે. તાજેતરમાં તો કોરોનાના દર્દીઓને રૂ.60 હજારની કિંમતનું મોનોક્લોનલ એન્ટીબોડી કોકટેલ ઇન્જેકશન આપવામાં આવી રહ્યા છે. પરંતુ શું તમને ખબર છે કે 60000 રૂપિયાના કોકટેલ ઇન્જેકશનની જેમ જ 60 રૂપિયાની આયુર્વેદિક અશ્વગંધા કોરોના વાયરસના વૃદ્ધિદરને અટકાવતો હોવાનો દાવો કરાયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

IIT- દિલ્હી અને જાપાનની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ ઇન્ડસ્ટ્રિયલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (AIST) દ્વારા થયેલા રિસર્ચ પ્રમાણે, અશ્વગંધામાં ‘વિથેનોન’ નામનું કુદરતી રસાયણ રહેલું છે, જે કોરોનાવાયરસના એમ-પ્રોટીનને ઇનઇફેક્ટિવ કરીને વૃદ્ધિદર અટકાવે છે. મૂળ કોરોનાવાયરસ ચાર પ્રોટીનનો બનેલો છે, જેમાં સૌથી ઉપર કાંટા જેવું દેખાય છે, એ એસ-પ્રોટીન જે શરીરના કોષને સંક્રમિત કરીને ડીએનએ સાથે મળે છે, ત્યારે એમ-પ્રોટીન એને એકમાંથી હજારો કોષોમાં રૂપાંતરિત કરે છે, પરંતુ આ વિથેનોન એમ-પ્રોટીનને ઇનઇફેક્ટિવ બનાવે છે તેવો રિસર્ચમાં દાવો કરાયો છે.

નિષ્ણાતોના જણાવ્યાનુસાર આધુનિક તબીબી વિજ્ઞાનમાં મોનોક્લોનલ એન્ટિબોડી કોકટેલ ઇન્જેક્શન કોરોનાવાયરસના એસ-પ્રોટીનને વધતું અટકાવે છે, જેથી વાયરસ શરીરના બીજા કોષોમાં પ્રવેશી શકતો નથી. કોરોનાનાં માઇલ્ડ લક્ષણો ધરાવતા અને રેપિડ કે RT-PCRમાં ટેસ્ટમાં પોઝિટિવ આવેલા દર્દીને અપાય છે, પરંતુ કોકટેલ ઇન્જેક્શનની જેમ અશ્વગંધામાં રહેલું વિથેનોન નામનું તત્ત્વ વાયરસના એમ-પ્રોટીનને ઇનઇફેક્ટિવ કરીને એના વૃદ્ધિદરને અટકાવી દે છે તેમજ કોઇપણ પ્રકારની સાઇડ ઇફેક્ટ કરતું નથી.

અશ્વગંધા ટેબલેટસથી ફાયદો
કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલયે કેટલાંક દિશાનિર્દેશ રજૂ કર્યા હતા. બીજી લહેરમાં હોમ આઇસોલેશન દરમ્યાન દર્દીઓને અશ્વગંધા ટેબલેટસ વગેરે આપવામાં આવતું હતું. કોરોના વાયરસમાં જે દર્દીઓને કોઇ લક્ષણ ના દેખાતા હોય અથવા તો હલકા લક્ષણો દેખાતા તે દર્દીઓને આયુષ-64, અશ્વગંધા ટેબલેટસ વગેરે આપવામાં આવતી હતી. તેનાથી દર્દીઓને ફાયદો થયો હતો.

જડીબુટ્ટીઓમાં સૌથી વધુ પ્રખ્યાત
અશ્વગંધાને બહુવર્ષીય વૃક્ષ કહે છે. તેના ફળ, બીજ અને છાલનો ઉપયોગ વિભિન્ન દવાઓ બનાવામાં કરાય છે. અશ્વગંધાના મૂળમાંથી અશ્વ જેવી ગંધ આવે છે. આથી તેને અશ્વગંધા કહેવાય છે. તમામ જડીબુટ્ટીઓમાં સૌથી વધુ પ્રખ્યાત છે. તણાવ અને ચિંતાને દૂર કરવામાં અશ્વગંધાને સૌથી ફાયદાકારક મનાય છે. બજારમાં સરળતાથી તેનું ચૂરણ વગેરે મળી જાય છે અને તેની કિંમત પણ સામાન્ય વર્ગને પરવડે તેટલી હોય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો