વડોદરાના હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. આખરે વડોદરા હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં મુખ્ય આરોપી એવા અશોક જૈનની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. અશોક જૈન પાલીતાણાથી ઝડપાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. 19 દિવસથી નાસતો ફરતો આરોપી અશોક જૈન આખરે પોલીસના હાથમાં આવી જતાં હવે આ કેસમાં મોટા રહસ્યો ખૂલે તેવી સંભાવના જોવામાં આવી રહી છે. આ સિવાય ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમના સંયુક્ત ઓપરેશનમાં આરોપી અલ્પુ સિંધી હરિયાણાથી પકડાઈ ગયો છે. અલ્પુ પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ હતો.
અત્રે નોંધનીય છે કે, વડોદરામાં ચકચાર મચાવનાર હાઈપ્રોફાઈલ કેસમાં બન્ને આરોપીઓ એવા રાજુ ભટ્ટ અને અશોક જૈન ફરાર હતા. સીએ અશોક જૈનને ઝડપી લેવા માટે પોલીસની 2 ટીમોએ રાજસ્થાન અને યુપીમાં ધામા નાખ્યા હતાં. પરંતુ પીડિતાના કેસ કર્યાના દિવસથી જ અશોક જૈન ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલો બહાર આવ્યા બાદથી અશોક જૈન અને રાજુ ભટ્ટ બંને ફરાર થઈ ગયા હતા. પરંતુ રાજુ ભટ્ટ જૂનાગઢથી પકડાયો હતો.
પોલીસે રાજુ ભટ્ટના રિમાન્ડ મેળવીને આ કેસમાં જોડાયેલી અનેક માહિતી મેળવી છે. સાથે જ રાજુ ભટ્ટ પીડિતાને જે જે જગ્યાએ લઈ ગયો હતો, તે સ્થળો પર રિકન્સ્ટ્રક્શન કરાવાયુ હતું. ત્યારે હવે અશોક જૈનના પકડાવાથી ખૂટતી કડીઓ હાથ લાગશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..