ઇલોન મસ્કના ઓટોપાયલટ પ્રોજેક્ટ આજકાલ ખૂબ ચર્ચામાં છે. ઇન્ડિયન માર્કેટમાં ટૂંક સમયમાં જ ટેસ્લાની ગાડી ડેબ્યૂ કરવાની છે પણ સાથે ટેસ્લાની ઓટોપાયલટ કાર વિશે પણ ચારેબાજુ ચર્ચા ચાલી રહી છે. જો કે, નવાઈની વાત એ છે કે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ ઈલોન મસ્કની ડ્રીમ કાર ટેસ્લાને ઓટોપાયલટ એટલે કે ડ્રાઇવર વગર ચાલતી જોવાનું સપનું એક ભારતીયે સિદ્ધ કર્યું છે. મસ્કના આ ડ્રીમ પ્રોજેક્ટના ટીમ ડાયરેક્ટર ભારતના અશોક અલ્લુસ્વામી છે. મસ્કે હવે જણાવ્યું કે, આ પ્રોજેક્ટ માટે તેમની ટીમમાં સિલેક્ટ થનારા અશોક ફર્સ્ટ મેમ્બર હતા.
મસ્કે વર્ષ 2015માં ઓટોપાયલટ ટીમ બનાવવા માટે એન્જિનિયર્સની ભરતી કરવા માટે ટ્વીટ કર્યું હતું. તેમાં તેમણે કહ્યું કે, અમે હાર્ડકોર સોફ્ટવેર એન્જિનિયર્સની શોધમાં છીએ. કારનો અનુભવ જરૂરી નથી. કૃપા કરીને તમારો કોડ સેમ્પલ અથવા કામની લિંક મેઇલ કરો.
તેમણે એમ પણ કહ્યું હતું કે, તેઓ પોતે ઓટોપાયલટ પ્રોજેક્ટ માટે ઈન્ટરવ્યૂ લેશે અને આ ટીમ તેમને સીધો રિપોર્ટ કરશે. હવે તેમણે કહ્યું કે, આ ટ્વીટ પછી અશોક તેમની ટીમમાં સિલેક્ટ થનારા પ્રથમ વ્યક્તિ બની છે.
અશોક રોબોટિક સિસ્ટમ ડેવલપમેન્ટમાં માસ્ટર્સ છે
ટેસ્લામાં જોડાતાં પહેલાં અશોક અલ્લુસ્વામી ફોક્સવેગન ઈલેક્ટ્રોનિક રિસર્ચ લેબ અને WABCO વ્હીકલ કંટ્રોલ સિસ્ટમ સાથે સંકળાયેલા હતા. તેમણે ચેન્નાઈની કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં એન્જિનિયરિંગ કર્યું છે. તેમણે કાર્નેગી મેલોન યુનિવર્સિટીમાંથી રોબોટિક્સ સિસ્ટમ્સ ડેવલપમેન્ટમાં માસ્ટર ડિગ્રી પણ મેળવી છે.
ઓટોપાયલટ ફીચર આ રીતે કામ કરે છે
ઓટોપાયલટ એટલે ડ્રાઈવરની મદદ વગર કાર ચલાવવી. ઓટોપાયલટ ટેક્નોલોજી વિવિધ ઇનપુટના આધારે કામ કરે છે. ઉદાહરણ તરીકે, તે મેપ માટે ડાયરેક્ટ સેટેલાઇ સાથે કનેક્ટ થાય છે. પેસેન્જરને જ્યાં જવાનું હોય એ સિલેક્ટ કરવાનું રહે છે. ત્યારબાદ રૂટનું સિલેક્શન થાય છે.
જ્યારે કાર ઓટોપાયલટ મોડ પર ચાલે ત્યારે સેટેલાઇટ સાથે તેને કારની ચારેબાજુ આપવામાં આવેલા કેમેરામાંથી પણ ઇનપુટ મળે છે. એટલે કે કારની આગળ કે પાછળ, ડાબી બાજુ કે જમણી બાજુ કોઈ ઓબ્જેક્ટ તો નથી. કોઈ ઓબ્જેક્ટ હોય તો કાર લેફ્ટ સાઇડ મૂવ થઈ જાય છે અથવા તો અટકી જાય છે.
કારમાં અનેક સેન્સર પણ હોય છે, જે ગાડીને રોડ લેનમાં રાખવામાં મદદ કરે છે અને સિગ્નલ રીડ કરે છે. ઓટોપાયલટ મોડમાં કારની સ્પીડ કલાક દીઠ 112 કિમી થઈ જાય છે. જો કે, આ ટેક્નોલોજીમાં અનેકવખત સેન્સર કામ કરવાનું બંધ કરી દે છે, જેના કારણે એક્સિડન્ટ થઈ જાય છે.
મસ્કનો દાવો – ટેસ્લા ઓટોપાયલટ AI ટીમમાં વિશ્વના સૌથી સ્માર્ટ લોકો સામેલ
ઈલોન મસ્કે ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘અંદેઝ AIના ડાયરેક્ટર છે. લોકો ઘણીવાર મને અને અંદેઝને બહુ વધારે શ્રેય આપે છે. ટેસ્લા ઓટોપાયલટ AI ટીમના ખૂબ જ પ્રતિભાશાળી વ્યક્તિ છે. વિશ્વના કેટલાક સૌથી સ્માર્ટ લોકો આમાં સામેલ છે.’
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..