પત્થરબાજોને સેનાની આખરી ચેતવણી- સરેન્ડર કરે અથવા તો ગોળી, પસંદ કરી લો

સોમવારે જમ્મુ કાશ્મીરમાં સેના, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસના સંયુક્ત ઑપરેશનમાં જૈશ-એ-મોહમ્મદના બે ટોચના કમાન્ડર અને એક સ્થાનિક કાશ્મીરી સહયોગીને ઠાર માર્યા હતા. સેનાના જણાવ્યા મુજબ, માર્યા ગયેલા આતંકવાદીમાં કામરાન, અને ગાઝી જૈશ-એ-મોહમ્મદના ટોચના કમાન્ડર હતા અને પુલાવામાં હુમલાના માસ્ટર માઇન્ડ હતા. સોમવારે થયેલી અથડામણ બાદ મંગળવારે સવારે સેના, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીરની એક સંયુક્ત પત્રકાર પરિષદ યોજી ઑપરેશન ગાઝીની માહિતી આપી હતી. ભારતીય સેનાની ચિનાર કોર્પ્સના કોર્પ્સ કમાન્ડર કંવલજીત સિંઘ ધીલ્લોને જણાવ્યું હતું કે શહીદોને શ્રદ્ધાંજલી આપતા મને એ જણાવતા ગર્વ થાય છે કે અમે હુમલાના 100 કલાકમાં જૈશના ટોચના કમાન્ડરને ઠાર માર્યા છે.

કે.જે. ધીલ્લોને જણાવ્યું, “ હુમલા બાદ અમે બાતમીના આધારે પાકિસ્તાનથી આવેલા જૈશના આતંકી ગાઝી, અને કામરાનને ઘેરી અને સંયુક્ત ઑપરેશનમાં 100 કલાકની અંદર ઠાર માર્યા છે. અમારી પાસે પુલાવામાં હુમલાના પુરાવાઓ છે કે તેમાં પાકિસ્તાનની સેના અને આઈ.એસ.આઈનો હાથ છે, પરંતુ અત્યારે તપાસ શરૂ હોવાથી અમે કંઈ કહેવા માંગતા નથી.”

પુલાવામાં હુમલા બાદ જમ્મુ કાશ્મીરમાં સેના, સીઆરપીએફ, અને પોલીસે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી સોમવારે થયેલી અથડામણની વિગોત આપી. જૈશ-એ-મોહમ્મદને આઈએસઆઈ અને પાકિસ્તાની સેનાનું પીઠબળ: આર્મી

જેણે હથિયાર ઉગામ્યા તેને મારી નંખાશે
સેનાએ આ પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટતા કરી હતી કે કાશ્મીરમાં સેના શાંતિ ઇચ્છે છે, પરંતુ જે કાશ્મીરી યુવાનોએ બંદૂક ઉગામી છે અમે તેને સ્પષ્ટતા કરવા માંગીએ છીએ કે અમે બંદૂક ઉગામનાર દરેકને ઠાર મારીશું. અમે વાલીઓને અપીલ કરીએ છીએ કે આતંકવાદના રસ્તે ચડેલા તમારા સંતાનોને શરણાગતિ સ્વીકારવા સમજાવો. સેનાનો શરણાગતિ કાર્યક્રમ મદદ કરશે.

જૈશ પાક સેનાનું જ બાળક

આ પ્રેસ કોન્ફરન્સમાં સેના વતી જણાવાયું હતું કે આ હુમલા પાછળ જૈશ-એ-મોહમ્મદને પાકિસ્તાનની આર્મી અને ISIનું પીઠબળ છે. જૈશ-એ-મોહમ્મદ પાકિસ્તાન આર્મીનું જ બાળક છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો