સેનાની સફળતા: પુલવામા હુમલાનો માસ્ટર માઈન્ડ મુદ્દસિર ઠાર, 21 દિવસમાં સેનાએ 18 આતંકીઓ માર્યા

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ સામે સેનાની કામગીરી ચાલુ જ છે. રવિવારે પુલવામા જીલ્લામાં આતંકવાદીઓ અને સલામતી દળો વચ્ચે તીવ્ર એન્કાઉન્ટર થયું હતું જેમાં ત્રણ આતંકવાદીઓને મારી ફૂકી મારવામાં આવ્યાં છે. માર્યા ગયેલા આતંકવાદીઓ પૈકી એક જૈશ-એ-મોહમ્મદનો કમાન્ડર મુદસિર પણ સામેલ હતો. અને અન્ય બે આતંકવાદીઓની ઓળખ કરવાની ચાલુ છે.

મુદસિરનો પુલવામા હુમલામાં મોટો હાથ હતો. ઇલેક્ટ્રિશિયન મુદસિર વર્ષ 2017માં જેશ-એ-મોહમ્મદ સાથે જોડાયો હતો. તે આદિલ અહમદ દાર સાથે સંપર્કમાં હતો અને પુલવામા હુમલાનાં ષડયંત્રમાં સામેલ હતો. આર્મીએ જણાવ્યું હતું કે 21 દિવસમાં 18 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. જેમાં 8 પાકિસ્તાની આતંકવાદીઓનો પણ સમાવેશ થાય છે.

સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરના પુલવામા જીલ્લાના ત્રાલ વિસ્તારમાં પિંગ્લિશમાં ઘેરાબંધી અને શોધ કામગીરી શરૂ કરી હતી અને તેમને આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે જાણ કરવામાં આવી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન જોરદાર એન્કાઉન્ટર થયું હતું જ્યારે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર બોમ્બ ગોળા ફેંક્યાં હતા અને એમનાં પર જવાબી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

શ્રીનગરમાં સેના અને પોલીસની જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં જીઓસી 15 કોર્પ લેફ્ટિનન્ટ જનરલ કેજેએસ ઢિલ્લને આ વિશેની માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે, સશસ્ત્ર બળના સંયુક્ત અભિયાનમાં આતંકવાદીઓ વિરુદ્ધ અભિયાન ચાલી રહ્યું છે. આતંકવાદીઓના ખાતમા સુધી તેમનું આ અભિયાન ચાલુ રહેશે.

જે.એસ. ઢિલ્લને વધુમાં જણાવ્યું છે કે, નાગરિકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. આતંકીઓ સામે સતત કાર્યવાહી ચાલુ જ રાખવામાં આવશે અને આતંકીઓને મદદ કરતા લોકોને પણ છોડાશે નહીં.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો